ખેરગામ: સમગ્ર દેશમાં આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નવસારી જિલ્લાના આજરોજ ખેરગામ તાલુકાના તળાવ પાસે સામાજિક આગેવાનો દ્વારા પ્રજાસત્તાક કાર્યક્રમમા ડો.નિરવ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.
Decision News ને મળેલી જાણકારી મુજબ ખેરગામ ગ્રામ પંચાયત સભ્ય શૈલેષ ભાઈ પટેલ, પ્રિયંકાબેન વિમલભાઈ પટેલ, તાલુકા પંચાયત કચેરીના કર્મચારી કિર્તીભાઇ અને નરેશભાઈ અને મિતુલભાઈ મનરેગાના સુપરવાયઝર અનિલભાઈ અને પંકજભાઈ અને મનરેગામાં કામ કરતા ભાઈઓ અને બહેનો મનરેગાના કામદાર મોહનભાઈ અને અશ્વિનભાઈ દ્વારા ખેરગામ તળાવ પાસે 77 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં મુખ્યમહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લા પ્રમુખશ્રી અને ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને કાર્તિક પટેલ,માર્મિક,મયુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.પ્રાસંગિક પ્રવચન આપતાં ડો.નિરવ પટેલે દરેકને વ્યસનમુક્ત રહેવા અને જો અન્યાયનો ભોગ નહીં બનવું હોય તોય ભારતીય બંધારણનો વ્યવસ્થિત અભ્યાસ કરવા જણાવ્યુ હતું.











