ચીખલી: માનવ સેવા સંઘ માંડવખડક સંચાલિત શારદા વિદ્યાલયમાં 77મા ગણતંત્ર પર્વની ઉજવણી ભવ્ય અને ઉત્સાહભેર યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની પ્રભાતફેરીથી થઈ, જે દરમિયાન દેશભક્તિના નારાઓ અને ગીતોના ગુંજારવથી આજુબાજુનું વાતાવરણ દેશભક્તિની લાગણીથી ભરપૂર બની ગયું હતું.

ધ્વજવંદન પ્રસંગે મંડળના ટ્રસ્ટી તથા નિવૃત્ત કારકુન શ્રી મિઠ્ઠલભાઈ બજનભાઈ ગાયકવાડએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ ધ્વજ પ્રમુખ તરીકે તેમણે પોતાનું પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. આ ઉપરાંત તાલુકા સદસ્યનું પણ પ્રસંગોપાત વક્તવ્ય થયું હતું. કાર્યક્રમમાં માનવ સેવા સંઘના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ, ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ, ટ્રસ્ટીઓ શ્રી રમણભાઈ, શ્રી ધીરુભાઈ, શ્રી રમેશભાઈ, તાલુકા સદસ્ય શ્રી જશુભાઈ ગાંગોડા, સામાજિક કાર્યકર શ્રી સુનિલભાઈ, ગામના ઉભરતા પત્રકાર શ્રી અવિનાશભાઈ, શ્રી મનોજભાઈ, પોસ્ટ ઓફિસના અધિકારી શ્રી આશિતભાઈ તથા ગામના અન્ય દેશપ્રેમી યુવાનો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અંતે કાર્યક્રમ રાષ્ટ્રગાન સાથે સમાપ્ત થયો. શાળાના ઉત્સાહી મદદનીશ શિક્ષિકા શ્રીમતી જિજ્ઞાસાબેન બી. પટેલએ તમામ વિદ્યાર્થીઓ તથા હાજર ગ્રામજનોને બિસ્કીટ-કેક વિતરણ કરી મો મીઠું કરાવ્યું હતું. શાળાના આચાર્યશ્રીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પધારનાર સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આખો કાર્યક્રમ અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સૌમાં દેશભક્તિની ભાવના વ્યાપી ગઈ હતી. આવા કાર્યક્રમો ગામડાંમાં દેશભક્તિની ભાવના જગાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here