ધરમપુર: ધરમપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવેલ ખોબા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાએ 26 જાન્યુઆરી, 2026ના રોજ ભારતના 77 માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના લોકોનો ભરપૂર સહયોગ જોવા મળ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી થઈ, જેમાં વિદ્યાર્થીઓએ તિરંગો ઝંડો લહેરાવીને દેશભક્તિના ગીતો ગાયા. ત્યારબાદ પરેડ અને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને રાષ્ટ્રગીત ગવાયું. આ પછી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેમાં વિદ્યાર્થીઓએ નૃત્ય, ગીત, નાટક અને અન્ય પ્રસ્તુતિઓ દ્વારા દેશભક્તિ અને એકતાનો સંદેશ આપ્યો. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતમાંથી શ્રી હેતલભાઈ પટેલ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા માંથી શ્રી અજયભાઈ પટેલ અને તેમના સાથી કાર્યકર્તાઓએ પણ સહભાગિતા આપી.
શાળાના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ તેમના સાથી શિક્ષકમિત્રો સાથે, ગામના આગેવાનો, ગ્રામજનો, વાલીમિત્રો અને સમગ્ર વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધરમપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવેલ ખોબા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાએ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભારતના ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના લોકોનો ભરપૂર સહયોગ જોવા મળ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી થઈ, જેમાં વિદ્યાર્થીઓએ તિરંગો ઝંડો લહેરાવીને દેશભક્તિના ગીતો ગાયા. ત્યારબાદ પરેડ અને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને રાષ્ટ્રગીત ગવાયું. આ પછી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેમાં વિદ્યાર્થીઓએ નૃત્ય, ગીત, નાટક અને અન્ય પ્રસ્તુતિઓ દ્વારા દેશભક્તિ અને એકતાનો સંદેશ આપ્યો.
કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતમાંથી શ્રી હેતલભાઈ પટેલ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા માંથી શ્રી અજયભાઈ પટેલ અને તેમના સાથી કાર્યકર્તાઓએ પણ સહભાગિતા આપી. શાળાના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ તેમના સાથી શિક્ષકમિત્રો સાથે, ગામના આગેવાનો, ગ્રામજનો, વાલીમિત્રો અને સમગ્ર વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.











