નાનાપોંઢા: નાનાપોંઢા તાલુકાના પાનસ ગામ ખાતે શ્રી ભોયાકુળ (કુકણા) પરિવાર ટ્રસ્ટ વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીનું 19 મુ ભવ્ય સ્નેહસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક વિજયભાઈ પટેલ (ભોયા) ની વિશેષ ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે વિજયભાઈ એ ભોયા પરિવારના મોટી સંખ્યામાં સભ્યોને જોઈ ખૂબ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આદિવાસી કુકણા સમાજમાં ચાલતી દીકરા દીકરીઓના લગ્નોમાં દેખાદેખીથી ખૂબ મોટા ખર્ચાઓ કરે છે. આવા ખોટા ખર્ચાઓ થી બહાર આવવું પડશે.આજે દેખાદેખી થી ચાંદલા વગેરે વિધિમાં કેક કાપવી ઉપરાંત અન્ય દેખાદેખી થી ઉભી કરેલી નવી નવી રીતો માટે ખર્ચ ન કરવા જણાવ્યું અને બાળકો ના શિક્ષણ માટે ખર્ચ કરવો જોઈએ, આ ઉપરાંત પોતાના કુળ માટે દરેકે સ્વાભિમાન લેવું જોઈએ અને કુળ માટે યથાશક્તિ આર્થિક સહયોગ આપવો જોઈએ, ભોયા કુળ પરિવારના દીકરો હોવાનું સ્વાભિમાન અને ગૌરવ હોવાનું જણાવી ઉપસ્થિત સૌ કોઈને ઉત્સાહીત કર્યા હતા, ભોયા કુળ પરિવાર સ્નેહ સંમેલનના અધ્યક્ષ અને ટ્રસ્ટના પ્રમુખ મણિલાલ એસ ભોયા જણાવ્યું કે. આવતા દિવસોમાં ભોયા કુળ પરિવાર ટ્રસ્ટ અગ્રેજી માધ્યમનું શાળા ખુલવા નો પ્રસ્તાવ મૂક્યો હતો.
ડાંગ ધારાસભ્ય વિજયભાઈ ભોયા દ્વારા સહકાર આપવાની ખાતરી આપી હતી. વધુમાં મણિલાલ ભોયા દ્વારા ભોયા કુળના સેવાકાર્ય કર્યો રજૂ કરતા જણાવ્યું કે સમાજમાં આવી રહેલા બદલાવ સામે લડવા માટે, પરિવારને આગળ લઈ જવા માટે , તેજસ્વી તારલાઓને સન્માનિત કરીએ છીએ, વયોવૃદ્ધોનું અને નિવૃત સૈનિકોનું આ ટ્રસ્ટ સન્માન કરે છે. આ ઉપરાંત ભોયા કુળના જે વિધાર્થીઓ MBBS કરતા હોય તેઓને પ્રથમ વર્ષે ટ્રસ્ટ 25 હજાર સહયોગ સાથે સન્માન કરે છે. આ ઉપરાંત બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય વધુ લગ્નમાં ખર્ચ ઓછા કરવા, ચાંદલાની પ્રથા દૂર કરી સગાઈમાં ચા નાસ્તો જ રાખી ખર્ચ પર કાબુ રાખવાની હાકલ કરી હતી.
આ કાર્યકમમાં સંસ્કૃતિ કૃતિઓ રજુ કરી હતી જેમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંકી થઈ હતી. કંનસરી દેવીની આદિવાસ કુળનું પરંપરા મુજબ પૂજા અર્ચના કરી હતી. આ કાર્યક્રમમાં કરજવેરીના અગ્રણી ભાણાભાઈ ભોયા, નાનાપોંઢા તાલુકાના મામલતદાર નવીનભાઈ ચવરા, વલસાડ, ડાંગ, નવસારી અને દાદરા નગરહવેલી વિસ્તાર ભોયા કુળ પરિવારના તાલુકા પ્રમુખો ભૂસરા, જાદવ કુળના પ્રમુખો, વલસાડ જિલ્લા કુકણા સમાજના પ્રમુખ દિનેશભાઈ ખાંડવી, ભોયા કુળ પરિવાર ટ્રસ્ટ ના ઉપ પ્રમુખ મનુભાઈ ટી ભોયા, મંત્રી નવીનભાઈ ભોયા તથા ખૂબ મોટો સંખ્યામાં ભોયા કુળ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની આભાર વિધિ પાનસ ગામના અગ્રણી વલ્લભભાઈ ભોયા દ્વારા કરવામાં આવી હતી.











