ધરમપુર: બે દિવસ પહેલાં ધરમપુર તાલુકામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે. એક વિધર્મી યુવક દ્વારા આદિવાસી સમાજની સગીર વયની યુવતીને ભગાડી જવાની ઘટના સામે આવતા આદિવાસી સમાજ અને સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ​

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ, જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને અન્ય સામાજિક આગેવાનો તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. તેમણે પોલીસ વડા (SP) સાથે સીધું સંકલન સાધીને યુવતીને વહેલી તકે શોધી કાઢવા અને ગુનેગાર સામે કડક પગલાં લેવા રજૂઆત કરી છે

વલસાડ ડાંગના ​સાંસદ શ્રી ધવલભાઈ પટેલે આ ઘટનાને ‘લવ જેહાદ’ ગણાવીને તેને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું કે ​કોઈપણ સમાજની દીકરી સાથે કાવતરું કરી, લલચાવી-ફોસલાવીને કરવામાં આવતું આ કૃત્ય અસ્વીકાર્ય છે. ​આદિવાસી યુવતીઓ પર થતા આવા અત્યાચારો સામે પોલીસ અને સરકાર દાખલારૂપ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. ​આ ગુનામાં સંડોવાયેલા લોકોને એવી કડક સજા મળવી જોઈએ જે સમાજ માટે એક ઉદાહરણ બને

તેમણે વધુમાં કહ્યું કે અન્ય પક્ષો અને આદિવાસી હિત રક્ષક હોવાનો દાવો કરતા નેતાઓ પર પણ પ્રહાર કર્યા કે જ્યારે આદિવાસી દીકરી સાથે આવો અન્યાય થાય છે અથવા નવસારીના દાભેલ જેવી હત્યાની ઘટનાઓ બને છે, ત્યારે આ ‘મસીહા’ બનીને ફરતા નેતાઓ કેમ મૌન સેવે છે.? તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક લોકો માટે આદિવાસી સમાજ માત્ર ‘વોટ બેંક’ જ છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here