કપરાડા: ગતરોજ કપરાડા તાલુકામાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ખાતે સ્ટેમ લેબનો ઉદ્ઘાટન સમારોહ કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીના મુખ્ય મહેમાન બન્યા હતા ત્યાં તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાનના શિક્ષણને વધુ મજબૂત કરવા સરકાર કટિબધ્ધ છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાનના શિક્ષણને વધુ મજબૂત કરવા રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ પહેલો તથા સરકારની કટિબદ્ધતા અંગે વિગતે જણાવ્યું હતું. તેમણે વિધાર્થીઓને આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે વિધાર્થીઓના શૈક્ષણિક, પ્રાયોગિક તથા નવીન વિચારશક્તિના વિકાસમાં સ્ટેમ લેબની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે સમજાવ્યું હતું અને વિધાર્થીઓને ઉપલબ્ધ સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી.

સ્ટેમ લેબમાં વિધાર્થીઓને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ આધારિત આધુનિક સાધનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં થ્રી-ડી પ્રિન્ટર, વી.આઈ. કેમેરા, ડ્રોન તથા વિવિધ અધતન ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો સમાવેશ થાય છે. આ લેબ ભવિષ્યમાં વિધાર્થીઓની પ્રાયોગિક સમજ, નવીન વિચારશક્તિ તથા ટેક્નોલોજીકલ કુશળતા વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી, શિક્ષકો, એસ.એમ.ડી.સી.ના વાલી સભ્યો, સ્ટેમ લેબના મેન્ટર, હોસ્ટેલના વોર્ડન તથા ધોરણ-11 અને 12 ના વિધાર્થીઓ હાજર રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here