જગાણા: ગતરોજ જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. ફૂડ પોયઝનિંગના કારણે 35 થી વધુ બાળકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવા પડયા. આ કોઈ પહેલી ઘટના નથી, આવા બનાવો વારંવાર બની રહ્યા છે, છતાં વહીવટી તંત્ર આંખ મીંચીને બેઠું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ફરી એકવાર જગાણામાં આવેલી એકલવ્ય મોડલ સ્કુલના બાળકોમાં ફૂડ પોયઝનિંગની ઘટના સામે આવી છે. બાળકોના જીવ સાથે થતા આ ખિલવાડ માટે કોણ જવાબદાર ? વારંવારની ફરિયાદો અને ઘટનાઓ બનવા છતાં ન તો કડક તપાસ થાય છે, ન તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. જેના પરિણામે આવા બનાવો સતત વધતા જાય છે.
યુવા નેતા ઈશ્વર ડામોર જણાવે છે કે અમારી સ્પષ્ટ અને કડક માંગણી છે કે આ ઘટનાની તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર તથા સંચાલન સામે કડક કાર્યવાહી કરવામાં આવે
ભવિષ્યમાં બાળકોના આરોગ્ય અને સુરક્ષા માટે કાયમી અને અસરકારક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે એવી અમારી સપષ્ટ માંગણી છે.











