ધરમપુર: ધરમપુર તાલુકાના આંબા ગામમાં એક 17 વર્ષીય નાબાલીગ આદિવાસી યુવતીના અપહરણની ઘટના સામે આવી છે, આ મામલામાં ધરમપુરના ઓસામા નામના યુવાન પર લગ્નની લાલચ આપીને યુવતીને ફુસલાવી અને ભગાડી લઈ જવાનો આરોપ છે.

સ્થાનિક આદિવાસી સમાજમાં આ ઘટનાએ ભારે રોષ ઉભો કર્યો છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આવી ઘટનાઓ તાજેતરમાં વધી રહી છે અને તેના વિરુદ્ધ આંદોલન કરવું જરૂરી છે. આદિવાસી સમુદાયના આગેવાનો અને યુવાનોમાં અસલામતીની ભાવના વધી છે, જેના કારણે આ મુદ્દો સમગ્ર પંથકમાં વાયરલ થઈ રહ્યો છે.

ધરમપુર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અપહરણ કરનાર વ્યક્તિ વિરુદ્ધ અપહરણ અને એટ્રોસિટી એક્ટ (આદિવાસીઓ વિરુદ્ધ અત્યાચાર નિવારણ અધિનિયમ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. નાબાલીગ યુવતીની સુરક્ષા અને તેને પરત લાવવાની કાર્યવાહી ચાલુ છે.

આદિવાસી યુવતીઓની સુરક્ષા, નાબાલીગોના અધિકારો અને સમાજમાં ધાર્મિક સદ્ભાવ જાળવવા માટે પોલીસ અને વહીવટી તંત્રને તાત્કાલિક અને પારદર્શક તપાસ કરવી જરૂરી છે. જો આરોપો સાબિત થાય તો કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here