દક્ષિણ ગુજરાત: આમ આદમી પાર્ટીના દક્ષિણ ગુજરાતમાં અંદર વધતા વિવાદથી પાર્ટીની એકતા પર પ્રશ્નો ઉભા થયા છે. ગતરોજ એક જનસભામાં ઈશુદાન ગઢવીએ આદિવાસી સમાજના જનનાયક પહેલા પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવા વિશે આપના ઈશુદાન ગઢવીએ જાહેરમાં બફાટ કર્યો હતો અને વાહિયાત નિવેદન આપતાં એમણે કહ્યું કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં આવ્યા એટલે લોકોએ એમને મતો આપ્યા તેઓ આદિવાસી સમાજના હીરો બન્યા અને આજે વિધાન સભામાં બોલે છે બાકી એમને કોણ મત આપે.. અને લઈને ચૈતર વસાવાના સમર્થકોમાં અને આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે લોકો કહી રહ્યાં છેકે ચૈતરભાઈની પાર્ટીના કારણે વેલ્યુ છે કે ચૈતર વસાવા કારણે પાર્ટીની..

સૌ કોઈ જાણે અને માને છે કે દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ચૈતર વસાવા ના કારણે વેલ્યુ ઊભી થઈ છે તેમના પર ભરોશો કરીને આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે પણ ઈશુદાન ગઢવી પાર્ટીને મહાન બતાવવામાં અને સ્ટેજ પર બેઠેલા પોતાના આકા અરવિંદ કેજરીવાલને સારું લગાડવામાં ચૈતર વસાવાનું સ્થાન અને વેલ્યૂ નક્કી કરી નાખ્યું, જાહેરમાં ચૈતરભાઈની પાર્ટી સિવાય કઈ ઓકાત નથી એમ કહી નાખ્યું

આ ઈશુદાન ગઢવીને કોણ સમજાવે ભાઈ આમ આદમી પાર્ટીની જે દક્ષિણ ગુજરાતમાં જે કઈ ઈજ્જત છે જે પ્રગતિ થઈ રહી છે જે આદિવાસી લોકો જોડાઈ રહ્યા છે તે ચૈતર વસાવા ના કારણે જોડાઈ રહ્યા છે પાર્ટીના નામે નહીં, આદિવાસી સમાજના મતદારો માટે ચૈતર વસાવા પહેલાં છે પછી આમ આદમી પાર્ટી એ ઈશુદાન ગઢવી ન ભૂલે તો સારું ! એક સમર્થકે કહ્યું, “ઈશુદાન ગઢવીએ જાહેરમાં કહ્યું કે ચૈતરભાઈની પાર્ટી સિવાય કોઈ ઓકાત નથી, જે આદિવાસી હીરોને અપમાનિત કરવા જેવું છે.”

ઈશુદાન ગઢવી ન ભૂલે કે આદિવાસી સમાજ આમ આદમી પાર્ટી પર ભરોશો ચૈતર વસાવા કારણે કરે છે જો ચૈતર વસાવાની વેલ્યૂ તમે આવી રીતે નક્કી કરશો તો ક્યાંક દક્ષિણ ગુજરાતમાં તમારું નામો નિશાન પણ જોવા નહીં મળે.. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં હોય કે ભાજપ કોંગ્રેસમાં કે બાપ પાર્ટીમાં તે આદિવાસી સમાજના સાચા હીરો જ છે તે સત્તત આદિવાસી લોકોના સાથે ઊભા રહેશે અને એમનો અવાજ બનતા રહેશે.. આદિવાસી સમાજના હિરોને આમ આદમી પાર્ટી ગુલામ સાબિત કરવાની કોશિશ ન કરે તો સારું… પાર્ટીના અન્ય નેતાઓએ હજુ સુધી આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી.

આ વિવાદ AAPની દક્ષિણ ગુજરાતમાં વધતી જતી પ્રભાવશાળીને અસર કરી શકે છે, કારણ કે આદિવાસી વોટર્સ પાર્ટી માટે મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો કહે છે કે આવા આંતરિક વિવાદથી પાર્ટીની એકતા પર આંચ આવી શકે છે, ખાસ કરીને ચૂંટણીઓના સમયે. AAPના કેન્દ્રીય નેતૃત્વને આ મુદ્દાને ઝડપથી હલ કરવો પડશે, જેથી આદિવાસી સમુદાયનો ભરોસો જળવાઈ રહે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here