નસવાડી: છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નસવાડીમાં પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠવાએ ચૈતર વસાવાને લઈને આક્ષેપ કર્યા હતા. ચૈતર વસાવા પોતે સાચા અર્થમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મસીહા હોય તો અનુસૂચિ પાંચની અમલવારી કરવા માટે, ટ્રાઈબલ એડવાઈઝર કાઉન્સિલના ચેરપર્શન ચીફ આદિવાસી હોવો જોઈએ એનામાં તાકાત હોય તો ગુજરાત વિધાનસભામાં મર્દાનગીથી અવાજ ઉઠાવવો જોઈએ. આજ દિન સુધી માંગ કરવામાં આવી નથી. તેવું કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠવાએ આક્ષેપ કર્યા હતા.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ બેઠક દરમિયાન તાલુકા અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ યુથ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા, યુવાનોને સંગઠન સાથે જોડવા અને તળિયાના સ્તરે કાર્યકરોને સક્રિય કરવાની દિશામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સહપ્રભારી અંજના બેરવા, ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઉવેશ મનસુરી, છોટાઉદેપુર યુથ કોંગ્રેસના પ્રભારી ભૈરવ બારીયા તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશીકાંત રાઠવા, છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ નોફિલ મેમણની ઉપસ્થિતિ રહ્યા હતા.











