ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના સમરસ ગ્રામપંચાયત મોટીઢોલ ડુંગરી દ્વારા સતત 11 મી વખત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા અને રનર્સ અપ ટીમને ભારતીય સંવિધાનની બુક ટ્રોફી અને રોકડ ઇનામ ગ્રામપંચાયત દ્વારા આપવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ગામના આગેવાનો ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ, પંચાયત સભ્યશ્રી ઉમેદ પટેલ, મગન પટેલ, નયન પટેલ, જયેશભાઇ પટેલ, મહેન્દ્ર પટેલ,ગામના કંટોલ ધારક સુરેશ પટેલ, આગેવાન હરેશ પટેલ અને ગામે આગેવાનો વડીલો દ્વારા માઁ પ્રકૃતિ ની પૂજા કરીને શુભારંભ કરાવ્યો હતો જ્યાં વિજેતા ટીમ ગણેશ યુવક મંડળ રહી હતી જેને વાંકલ શ્રીજી ગ્રાઉન્ડ ના માલિક શ્રી કુલદીપ ભાઇના હસ્તે અને ગામના આગેવાનો ના હસ્તે ભારતીય સંવિધાનની બુક, રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી અને ગુંદી ફળીયા રનર્સઅપ ટીમ રહી હતી જેને પણ ભારતીય સંવિધાનની બુક, રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી.
ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેસ્ટમેન તરીકે અંકુશ રહ્યા હતા અને બેસ્ટ બોલર હિરેન પટેલ રહ્યા હતા અને બેસ્ટ મેન ઓફ ઘ મેચ વિપુલ પવાર રહ્યા હતા જેમને ગમના માજી સરપંચ શ્રી નવીન પવાર,ડેપ્યુટી સરપંચ શ્રી વિલિયમ પટેલ, સુરેશ પટેલ, હરેશ પટેલ, વિનોદ ભાઇ માસ્તર, પીન્ટુભાઇ, મુકેશભાઈ ભાઇ, મનોજ ભાઇના હસ્તે આપવામાં આવી હતી સાથે ગામના માજી સભ્યશ્રી પરસોત ભાઇ જેઓ કુદરતી તખલીફમાં હોઈ છતાં યુવાનો દર વર્ષની જેમ પ્રોત્સાહન આપ્યું હતું અને ગામના આગેવાન ચંદુભાઇ જેઓને કુદરતી આફતના કારણે ચાલી સકતા ન હોઈ છતાં યુવાનો પ્રોત્સાહન આપવા આવ્યા હતા.











