નાનાપોંઢા: ધોધડકુવાના વતની અને નિવૃત્ત બસ ડ્રાઇવર શ્રી ભરતભાઈ પટેલે સુખાલા ગામના માજપાડા ખાતે જલારામ ફર્નિચરની નવી દુકાનનો પ્રારંભ કર્યો છે. આ નવા વેપાર સાહસના ઉદ્ઘાટન પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ડો. નિરવ ભુલાભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ભરતભાઈ પટેલે લાંબા સમયની નોકરી પછી આત્મનિર્ભરતાના માર્ગે પગ મૂક્યો છે અને સ્થાનિક વિસ્તારમાં ગુણવત્તાયુક્ત તથા સસ્તા ભાવે ફર્નિચર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. આ દુકાનમાં ઓફિસ અને અન્ય પ્રકારના ફર્નિચરની વિવિધ રેન્જ ઉપલબ્ધ રહેશે, જે સુખાલા તેમજ આસપાસના આદિવાસી વિસ્તારોના લોકો માટે મોટી રાહતરૂપ બનશે.
ઉદ્ઘાટન પ્રસંગે ડો. નિરવ ભુલાભાઈ પટેલે ભરતભાઈ પટેલ તેમજ તેમના પુત્ર જીગરભાઈ અને સમગ્ર પરિવારને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, “આવા સ્વરોજગારના પ્રયાસો આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સશક્તિકરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જલારામ ફર્નિચર દ્વારા સુખાલા વિસ્તારના લોકોને રાહતદરે સારી ગુણવત્તાનું ફર્નિચર મળી રહેશે, જેનાથી તેમના જીવનમાં સુખ-સુવિધા વધશે.” આ પ્રસંગે સ્થાનિક ગામજનો, પરિવારજનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જલારામ ફર્નિચરને સ્થાનિક સમુદાય તરફથી ભરપૂર સમર્થન અને શુભેચ્છાઓ મળી રહી છે.











