ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મોહનાકાવચાલી ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન યુવકે કપડાં ઉતારી બિભત્સ ડાન્સ કરવા લાગ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગામના સ્થાનિક આગેવાનો અને પરિવારના સભ્યોએ ધરમપુર પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ લખાવી છે.

ધરમપુર પોલીસ પરથી Decision Newsને મળેલી માહિતી મુજબ, આ ઘટના 13 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રિના સમયે એક આદિવાસી પરિવારના લગ્નમાં બની જેમાં DJ ના સોંગ પર બધા નાચી રહ્યા હતા ત્યારે અચાનક એક યુવક તેના મિત્રના ખભા પર ઊભો રહીને નાચી રહ્યો હતો તે લોકોનું ધ્યાન ખેંચાતા તે વધુ ઉત્સાહમાં આવી ગયો અને જાહેરમાં કપડાં ઉતારી અશ્લીલ ડાન્સ કરી કેટલાક બીભત્સ ઈશારા પણ કરવા લાગ્યો હતો યુવકની હરકતોથી લગ્નમાં હાજર લોકો ગુસ્સામાં આવી ગયા હતા.

આ સમગ્ર ઘટનાને અમુક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. બાદમાં વીડિયો વાયરલ થયા બાદ ગામના આગેવાનો અને આદિવાસી સમાજના આગેવાનોએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે ખાતરી આપી છે કે વીડિયોની ચકાસણી કરી દોષિત યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here