ચોટીલા: આજે ગુજરાત ના એક એવા અધિકારી સાહેબ ની વાત કરવી છે.. એમનું જયો પોસ્ટિંગ થાય છે, ત્યાં સપાટો જ બોલી જાય.. મારે અને સાહેબને સોશિયલ મીડિયા દ્વારા વાત થાય છે અને એમની નોકરી થી પ્રભાવિત છું, હું એમને ભારતના અસલી સિંઘમ અધિકારી તરીકે ઓળખું છું.. શ્રીમાન.એચ.ટી મકવાણા સાહેબ ડેપ્યુટી કલેક્ટર ગુજરાત..
હાલ ચોટીલા વિભાગ સંભાળે છે. હું સાહેબ ને પંચમહાલ જિલ્લામા હતા, ત્યારથી ઓળખું છું. એક શાળામાં જઈ બાળકો ને કેવો આહાર મળે છે. એ ચેક કરતા, સરકારની બધી જ યોજનાઓ નું ચુસ્તપણે પાલન થાય એનું ખુદ જાતે ધ્યાન રાખે છે.. અમુકવાર વેશપલટો કરી. ઘણી ઓફિસ માં શું ચાલે છે, એ બી ચેક કરતા જોયા છે અને કર્મચારીઓને દોડતા કરી દીધા છે. પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદિર ની આજુબાજુ સરકારી જગ્યામાં વર્ષોથી હોટલ એને દુકાનો નો અડો જમાવીને બેઠેલા લોકો ને એક જ ઝાટકે બધું તોડીને સાફ કરી દીધું, અને સરકારી જમીન ખુલ્લી કરી દીધી હતી, સાહેબ પાણી પુરવઠા અધિકારી હતા એટલે પેટ્રોલ પંપ કેટલાય શીલ કરી દીધા હતા. જે ડુપ્લીકેટ પેટ્રોલ, ડીઝલ નિયમ વગર વહેંચતા હતા. એ પછી સાહેબની બદલી ચોટીલા ડેપ્યુટી કલેક્ટર તરીકે થઈ.
સાહેબની સુરેન્દ્રનગર બદલી થઈ ત્યારેય મારે અમુક મિત્રો જોડે ક્રોસ થયું. ઘણા લોકો કહેતા હતા. સાહેબનુ કઈ આવે નહીં. ત્યાં રાજકરણ ખતરનાક છે. ત્યારેય મારો જવાબ હતો. હું સાહેબ ને સારી રીતે ઓળખું છું. એ કોઈનું ચલવશે નહીં. અને કાયદાના ખૂબ જાણકાર છે. ભુક્કા કાઢી નાખશે. સાહેબ હાજર થયા અને ફાઇલો ખોલી પહેલા તો એમના સ્ટાફને કામ કરતા કર્યા, પછી ખાણખનીજ ની કમર તોડી નાખી, પોલીસ અધિકારી અને સ્ટાફને કહી દીધું. ખોટું કરશો તો કોઈને છોડવામાં નહીં આવે, સરકારી જમીનમાં જે હોટલો હતી એ ઉપર મકવાણા સાહેબનું બુલડોઝર ફરી વળ્યું. જે વર્ષોથી પૈસા કમાતા હતા, ભેળસેળ વાળા વેપારીઓનો વારો લીધો, પછી મેં મારા મિત્રોને કહ્યું તમે કહેતા હતા, સાહેબની બીજી દિવસે બદલી કરાવી દેશે, એનું શું થયું. એ વાત ઉપર હવે કોઈ બોલવા તૈયાર નથી. છેલ્લે ચોટીલામાં સરકારી જમીન ઉપર બાંધેલ હોટલ, ગેસ્ટ હાઉસ વિગેરે તોડીને જગ્યા ખુલ્લી કરી નાખી. જેને સાચું કામ કરવું છે એને કોઈનો ડર નથી. જેને ખોટું કરવું છે એ ડરીને રહેતા હોય છે..
કાશ સાહેબ જેવા અધિકારી આખા ગુજરાતમા અને ભારતમાં હોય તો કોઈના બાપની તાકાત નથી કે ગુંડા, ખનિજ માફિયા, પેદા થાય. મારા અનુમાન મુજબ જે અધિકારીઓ છે,એ કાયદો અને એમના જોડે કેટલી સત્તા છે, એ વિષે જાણતા નથી, માટે મકવાણા સાહેબ જેવી કાર્યવાહી કરી શકતા નથી, જેને ખોટું કરવું છે, એ ડરી ડરીને જીવે છે. જેને સાચું કામ કરવું છે. એને કોઈનો ડર નથી, મકવાણા સાહેબ ખુદ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ આવેલ છે, એ વ્યક્તિ અને પરિસ્થિતિથી વાકેફ છે. પગાર સિવાય કોઈનો રૂપિયો લેતા નથી માટે કોઈથી ડરતા નથી, જેને કામ કરવું છે, એને રાજકારણથી કોઈ લેવા દેવા નથી, બીજા અધિકારીઓ મકવાણા સાહેબ જોડેથી કઈક શીખ મેળવો, પોતાની સત્તાનો સાચો ઉપયોગ કરી, લોકોના દિલમાં રાજ કરો,.. મારી ઉંમરમાં પહેલી વાર આવા નિષ્ઠાવાન અને કાયદાના જાણકાર અધિકારી જોયા છે. ભવિષ્યમાં જોવા મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી.. મકવાણા સાહેબ આપ અધિકારી તરીકે ભારતનું આઇકોન છો. મારા જેવા લાખો કર્મચારી અને લોકો તમારા કામથી પ્રભાવિત છે કઈક શીખવા માટે કોશિસ કરી રહ્યા છે… દિલથી સેલૂટ સાહેબ…
નોંધ: સિંઘમ બે પ્રકાર ના હોય છે એક એક્ટિંગ માટે અને બીજા કાયદાનો સદઉપયોગ કરી ગુંડા તત્વો નાશ કરે.. સાહેબ કાયદાની કલમોના સિંઘમ છે..
BY: R.S Galsar ફેસબૂક પોસ્ટમાંથી..











