વલસાડ: આદિવાસી ગ્રાહકો સાથે કંપની કેવું વર્તન કરે છે તેનો કિસ્સો બહાર આવ્યો છે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ કનેકશન આપવાના નામે 12 વર્ષ પહેલા રૂપિયા ઉઘરાવી લીધા બાદ તીઘરા ગામના રહીશને ધક્કા પર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.
Decision News ને મળેલી જાણકારી અનુસાર ઉત્તમભાઈ ભીખાભાઇ પટેલ નામના પહાડ ફળીયા અને રમેશભાઈ રામુભાઇ પટેલ નામના તીઘરા નહેર ફળીયાના રહેવાસીએ ગુજરાત ગેસ જે પહેલા જીએસપીસીના નામથી જાણીતી હતી તેના પર છેતરપિંડી આચરવાનો ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની દ્વારા ઉત્તમભાઈ ભીખુભાઇ પટેલ વર્ષ 2014 મા અરજી નંબર 21215960 હેઠળ ઘરમાં ગેસ કનેકશન મેળવવા માટે તારીખ 25/12/2014 ના રોજ 1100 રૂપિયા ભરાવી દીધા હોવા છતાં આજદિનસુધી કનેકશન આપેલ નથી અને વારંવાર ધરમધક્કા ખવડાવી રહેલ છે અને ઉપરથી દાદાગીરી કરીને કનેકશન આપવાની ના પાડેલ છે.તેવી જ રીતે રમેશભાઈ રામુભાઇ પટેલ અને લીલાબેન નટુભાઈ પટેલ સાથે પણ આવો જ અન્યાય થયો હોવાની વેદના વ્યક્ત કરેલ હતી.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા તીઘરા ગામના સામાજિક આગેવાન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની દ્વારા વારંવાર ખવડાવવામાં આવેલ ધરમધક્કા અને દાદાગીરીથી કંટાળીને અરજદારો દ્વારા અમારો સંપર્ક કરતા અમે માર્ગદર્શન માટે ડો.નિરવ પટેલસાહેબનો અને મીડિયાનો સંપર્ક કરેલ અને અમારી માંગ એ છે કે ગુજરાત ગેસ કંપનીના જવાબદાર પદાધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને બીજીવાર કોઈ સામાન્ય નાગરિક સાથે આવો અન્યાય નહીં થાય.











