ધરમપુર: યુવા શક્તિ સંગઠન, ભવાડા, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તથા જયપાલસિંહ ચેરીટેબલ ટ્રસ્ટ, માંડવખડકના સહિયારા સહયોગથી મંગળવારના રોજ ભવાડા તલાટ મુકામે ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ ખાતેરક્તદાન શિબિર સફળતાપૂર્વક યોજાઈ હતી.જેમાં કુલ – 31 યુનિટ રક્ત એકત્રિત થયું.

આ રક્તદાન શિબિરમાં જયપાલસિંહ ચેરીટેબલ ટ્રસ્ટ, માંડવખડકનાં સભ્યો, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના પ્રતિનિધિઓ, સરપંચશ્રી, ગામના આગેવાનો, ગામનાં સામાજિક કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભવાડા ગામ તથા આસપાસના ગામોના જાગૃત રક્તદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર રક્તદાન શિબિરનું આયોજન ગામના જાગૃત યુવાનો જયદીપભાઈ ગાયક્વાડ, પરેશભાઈ મહાકાળ, જીતેન્દ્રભાઈ ગાયક્વાડ, ઉર્વેશભાઈ ગાયક્વાડ, ભાવેશભાઈ દીવા, કિરણભાઈ ભગરિયા અને સુનિલભાઈ ગાયકવાડ દ્વારા આયોજન કરી શિબિરને સફળ બનાવી.