ઓલપાડ: આપઘાત કર્યાની વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સુરતના ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હીનીષા પટેલે પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ અજાણ્યા કારણોસર આપઘાત કરી લીધો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં નાયબ મામલતદાર હીનીષા પટેલે પોતાના બેડરૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે. તેઓ ઓલપાડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિ પણ ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ પર છે.

આપઘાતની ઘટના તેમના પોતાના નિવાસસ્થાને બનતા ચકચાર મચી ગઈ છે.  ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ તરત જ સ્થળ પર પહોંચી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસને હાલ સુધી કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here