કપરાડા: 10 જાન્યુઆરી 2026 ને શનિવાર ના રોજ વીર નર્મદ યુનિવર્સિટી,સુરત ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આયોજીત સીધી રાજ્ય કક્ષાની સ્પર્ધા 4.0 ના એથ્લેટિક્સ વિભાગમાં U-9 200 મીટર દોડ માં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અંતરિયાળ વિસ્તારની ચાવશાળા પ્રાથમિક શાળા ના બાળ રમતવીર “સાહિલ કુમાર પ્રકાશભાઈ ચૌધરી “એ સમગ્ર રાજ્ય માં પ્રથમ ક્રમાંક અને “સાહિલ લક્ષ્મણભાઈ જાદવ “એ 100 મીટર દોડ માં રાજ્ય કક્ષાએ મું સ્થાન પ્રાપ્ત કરી શાળાનું તથા જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે.

બાળ એથલેટિક્સ ને તૈયાર કરનાર ખેલ સહાયક ચેન્દરી બેન જેઓ પોતે સગર્ભા હોવા છતાં પોતાના સ્વાસ્થ્ય ની ચિંતા કર્યા વગર, ટાઢ હોઈ તડકો હોય કે વરસાદ ,એમાં પણ સતત બાળકો પાછળ નિયમિત મહેનત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું એ એમની રમત પ્રત્યેનો પ્રેમ અને પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા બતાવે છે.

આ તબક્કે શાળાના આચાર્ય શ્રી હિરલબેન પટેલ એ વિદ્યાર્થી અને ખેલ સહાયક બંને ને અભિનંદન પાઠવ્યા હતા એમણે સાથે રાજ્ય સરકારનો પણ ખેલ સહાયક ની ભરતી કરવા બાબતે આભાર વ્યક્ત કર્યો હતો.. ખેલ સહાયક આવવાથી શાળા સતત રાજ્ય કક્ષાએ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે,એમ જણાવવામાં આવ્યું હતું. .


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here