વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં જે રવણિયા ગામની 14 વર્ષની સગીરાને ઘરેથી ઊચકી જઈ આઠ નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યાની ઘટના વાંસદા પોલીસના ચોપડે નોંધાઈ હતી તેમાં એક નવો વળાંક આવ્યો હોય એમ કહી શકાય.
એવી લોકચર્ચા છે કે આ ઘટનામાં જે આઠ યુવાનો દ્વારા જે 14 વર્ષની સગીરા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો તે બધા જ યુવાનો ગંજેડી છે એટલે કે ગાંજાની સેવન કરનારા છે અને આ દુષ્કૃત્ય પણ તેમણે ગાંજાના નશામાં ધૂત થઈને જ કર્યું હતું. જો આ વાત સાચી છે તો આટલો બધો ગાંજાનો સ્ટોક આવ્યો ક્યાંથી, ક્યાંથી ખરીદાયો, કોને વેચ્યો, અને ખુલ્લેઆમ મળતા ગાંજાને લઈને પોલીસને કેમ જાણ ન થઈ ? કયા દુકાનદારો આ ગાંજો વેચી રહ્યા છે. શું વાંસદા પોલીસ આ ગાંજા વેચતા દુકાન દારોથી અજાણ છે ?
“જો તું અમારી વાત નહીં માને અને અમારી સાથે શરીર સંબંધ નહીં બાંધે તો અમે તને પતાવી દઈશું.” ની ધમકી આપી આદિત્ય, નિખીલ, પીયુષ, ઉદય, સાહીલ, રવિન્દ્ર, આકાશ અને રાહુલ નામના આઠેય ગંજેડીઓ પાસેથી વાંસદા પોલીસ ગાંજા વેચનારા દુકાનદારો પર પણ કડક કાર્યવાહી કરશે ખરા ?
સગીરાના માતાની ફરિયાદ બાદ વાંસદા પોલીસે ફરિયાદ લખી આઠેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો અને પોક્સો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું કચે અને હવે સગીરા દ્વારા ઓળખ કરવાની બાકી છે. હવે જોવું એ રહ્યું કચે કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે શું ખરેખર આ 8 આરોપીઓ ગંજેડી છે જેમણે ગાંજો પીધા બાદ આ ક્રૂર ઘટનાને અંજામ આપ્યો કે પછી હવસના પૂજારીઓનો પહેલા થી કોઈ પ્લાન હતુ.. આવનાર સમય જ બતાવશે કે લોકચર્ચા કેટલી સાચી છે.











