ખેરગામ: પ્રેમમાં સાથે જીવવા મારવાની કસમ પ્રેમીઓ એકબીજાને આપતા હોય છે અને પોતાનો પ્રેમ સમાજ અને પરિવારના સ્વીકારે તો હસતાં મોઢે મોતને પણ પ્રેમીઓ સ્વીકારી લેતા હોય છે. આ કોઈ ફોલમ નથી પણ આવો જ એક કિસ્સો ઉમરપાડામાંથી પ્રકાસમાં આવ્યાની લોકચર્ચા ઉઠી છે.
Decision News ને પોલીસ સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક જાણકારી મુજબ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નીરજભાઈ બાબુભાઇ પટેલ નામના યુવાન અને ચોખવાડા ગામ ઉમરપાડાની બંસરીબેન શૈલેશભાઈ પટેલ બંને પ્રેમી પંખીડા એક બીજાને ખૂબ પ્રેમ કરતાં હતા એક બીજા સાથે જીવવા મરવાની કસમો ખાઈ ચૂક્યા હતા ત્યારે બંસરીના પરિવારજનોએ આ બંનેનો સંબંધ નહીં સ્વીકારતા આખરે બંનેએ મોતને ભેટવાનુ પસંદ કર્યું છે.
લોકો કહી રહ્યા છે કે ખેરગામનો નીરજ 12 ધોરણ ફેલ હતો અને બંસરી કોલેજમાં અભ્યાસ કરતી હતી. છોકરીના પરિવારજનોને બંનેના સંબધો વિશે જાણ થતાં નીરજના ઓછા ભણતરના લીધે તેના પરિવારજનોએ આ સંબંધ સ્વીકારવા તૈયાર ન હતા જેને લઈને બંસરી નીરજ સાથે મુલાકાત ન કરી શકે એવા હેતુસર પરિવારજનો દ્વારા બીજા ગામમાં પણ મોકલી દીધી હત. બંનેના મળવા અને વાતચીત કરવા પર સંપૂર્ણ પાબંદી લગાવી દેવામાં આવી હતી. બંને પ્રેમીઓની વચ્ચે ભણતર દીવાલ બની અને પરિવારજનોના વિરોધ બંનેથી સહન ના થતાં આખરે બંને જણાએ સાથે મારવાનો વિચાર કરીને ઉમરપાડાના જંગલમાં જઈને ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ખરેખર સમાજ માટે આ આંખ ઊઘડે તેવો કિસ્સો છે. હાલ આ પ્રેમી યુગલના આપઘાતથી આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે અને પરિવારજનો પણ શોકાતુર છે. આપઘાતમાં ભણતર જ મોતનું કારણ હતું કે બીજું કઈ તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
( આ લોકચર્ચા અનુસાર સમાચાર છે DECISION NEWS આ કિસ્સાની પુષ્ટિ કરતું નથી )











