વલસાડ: વલસાડમા પણ દુષિત પાણીના પગલે ઇન્દોર અને ગાંધીનગર જેવી ઘટના બને તો નવાઈ નહીં. કેમ કે દૂધિત પાણીની સમસ્યાને વલસાડ નગરપાલિકા પણ નજરઅંદાજ કરી રહ્યું છે. જેને લઈને નગરપાલિકાના અસંવેદનશીલ વલણ બાબતે સાસ નવસારી પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે ગંદુ પાણી પીવા માટે ઇનામની કરી જાહેરાત કરતાં લોકોચર્ચાનો મુદ્દો બન્યો છે.
હાલમાં જ ઇન્દોરમા દુષિત પાણીના લીધે ઘટેલ ઘટના અને ગાંધીનગરમાં પણ દુષિત પાણીની સમસ્યા અને ગુજરાતમાં પણ 57 શહેરોના પાણી પીવાલાયક નહીં હોવા બાબતને વલસાડ પ્રશાશન દ્વારા ગંભીરતાપૂર્વક ધ્યાન લીધી નથી. આ બાબતે Decision News સાથેની વાતચીતમા વલસાડ કલેકટરને કરેલી રજૂઆત અંગે જણાવ્યું હતું કે થોડા સમય પહેલા આકાર એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા વડાપ્રધાનશ્રી કાર્યાલય સુધી ફરિયાદ કરવા છતાં પણ વલસાડ નગરપાલિકાના પેટનું પાણી નથી હાલતુ. અત્યારે ઇન્દોરમાં મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું માતબર વળતર ચૂકવવામાં આવ્યું છે તો એટેચમેન્ટમા જોડેલ ફોટોગ્રાફીમા દેખાતું પાણી રોજ પીતા હોય તો અમે પણ પાણી પીનારાઓને ઇનામ આપવા તૈયાર છીએ.શું વલસાડ પ્રશાશન પોતાના પરિવારજનોને આવું પાણી પીવડાવવા તૈયાર છે ખરું ? અત્યારે રહીશો અને નાના બાળકો આવા દુષિત પાણીના પાપે સતત બીમાર રહે છે.
નગરપાલિકા દ્વારા સુંદર કામગીરી કરવામાં આવ્યા બાદ કામ પતાવી દીધું હોવાનો પત્ર મળ્યો તે બાદનું પાણી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું જેનાથી વલસાડ નગરપાલિકાની કામગીરી કેટલી સુંદર છે તે આપશ્રીને ખ્યાલ આવે. ઘણા બધા સમાચારપત્રોએ આ બાબતને લાંબા સમય અગાઉ ગંભીરતાથી લીધેલ હોવા છતાં નગરપાલિકા તો જાગતી નથી તેથી વલસાડ કલેકટર જાહેર જનહિતને ધ્યાને લઇ અમારી રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઇ યોગ્ય કામગીરી કરવાનો આદેશ આપી આ પરિવારોને ન્યાય અપાવશે એવી અમારી માંગ છે.











