દક્ષિણ ગુજરાત: ગતરોજ વસુધારા ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં રાજેશ ભીખાભાઈ પટેલ 14માંથી 10 મત સાથે ચેરમેન અને સીતાબેન જાધવ 9 મત મેળવી વાઇસ ચેરમેન તરીકે વિજેતા જાહેર થયા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ચેરમેન પદ માટે રાજેશ ભીખાભાઈ પટેલને 14માંથી 10 મત મળ્યા તેમના પ્રતિસ્પર્ધી કિશોર પટેલને માત્ર જ 4 મત મળતા તેમની હાર થઈ હતી. જ્યારે વાઇસ ચેરમેન પદ પર કલ્પનાબેન ભીંસરા સામે સીતાબેન જાધવે 9 મત મેળવી વિજય મેળવ્યો હતો
એવું કહેવાઈ રહ્યું છે કે ગતરોજ 12:30 કલાકે બંધ બારણે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી જેને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ ઊભો થયો હતો બાદમાં ચીખલી પ્રાંત અધિકારીએ હસ્તક્ષેપ કરી મામલો શાંત કરવાની નોબત આવી હતી. પછી એક કલાકની આસપાસ મતદાન પ્રક્રિયા શરૂ થઈ અને તેમાં રાજેશ પટેલે ચેરમેન અને સીતાબેન જાધવે વાઇસ ચેરમેનના પદ પર પોતાની મોહર મારી હતી











