ખેરગામ: યુવા લીડર અને સામાજિક આગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા પોતાની માતૃશ્રી ચિંતુબેન ભુલાભાઇ પટેલ કે જેઓ પોતાની વિશાળ સેવાકીય પ્રવૃતિઓના લીધે ગુજરાત રાજયના શ્રેષ્ઠ શિક્ષક સહીત રાજયકક્ષાના 3 મોટા અવૉર્ડ્સ અને સ્થાનિક કક્ષાએ હમેશા લોકહૃદયમા છવાયેલા રહ્યા છે તેઓની પુણ્યતિથિ અને બાળકોના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં આશરે 2000 થી વધારે લોકોએ હાજરી આપી હતી અને 300 થી વધારે લોકોએ હિમોગ્લોબીન ચેકઅપ કરાવ્યું હતું અને હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, આદિવાસી સમાજ સહીત યુવાનો વડીલોએ 119 રક્તદાતાઓ જિંદગી બચાવવાના યજ્ઞમા પોતાનું રક્તદાન કરવામાં સફળ રહ્યા હતા જેમાં 40% જેટલી મહિલા રક્તદાતાઓએ પોતાનો સિંહફાળો આપ્યો હતો.જયારે નજીકનાં ભૂતકાળમા રક્તદાન કરી ચૂકેલ અને માંદગી,હિમોગ્લોબીનની ઉણપ સહીત વિવિધ કારણોસર રિજેક્ટ થયેલા રક્તદાતાઓએ રક્તદાન નહીં કરી શકવા બદલ નિરાશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ડો.નિરવ પટેલે Decision News સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે સમયના કન્ફ્યુશનના લીધે સવારથી જ મુલાકાતીઓ અને રક્તદાતાઓની અવરજવર સતત ચાલી હતી અને સાંજે પ વાગે શરૂ થયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ શરૂઆતથી સતત ઉત્સાહ દર્શાવ્યો હતો.તેમાં અમારા માટે ખુબ જ આનંદદાયક બાબત પ્રથમવાર રક્તદાન કરનાર મહિલાઓ દ્વારા મળેલ જબરજસ્ત પ્રતિભાવ હતો.ઘણાબધા પુરુષોને ડરતા જોયા પણ મહિલાઓએ સાબિત કરી બતાવ્યું કે મહિલાઓ તક મળે તો માત્ર ઘર ચલાવવા જ નહીં પણ દુનિયા ચલાવવા તેમજ કોઈને જીવનદાન આપવા પુરુષો કરતા પણ વધુ સક્ષમ છે અને મહિલાઓએ નારી તું નારાયણી કહેવત પુરવાર કરી બતાવી અને તમામે આવનાર ભવિષ્યમા બીજી મહિલાઓને પણ રક્તદાન કરવા પ્રોત્સાહિત કરવાની અભિલાષા વ્યક્ત કરી હતી.

કોઈપણ જાતના પ્રલોભન વગર તમામ નાત-જાત-પાતના ભેદભાવ વગર પ્રેમથી આવેલા રક્તદાતાઓએ આખો કાર્યક્રમ દીપાવ્યો હતો.તેમજ વલસાડ રક્તદાન કેન્દ્રથી ડો.કમલ પટેલ અને ભાવેશ રાઇચાની ટીમે રાત્રે 10 ના બદલે 11 વાગે સુધી હસતા મોઢે રોકાઈને થાક્યા વગર કામ કર્યું હતું.મધ્યપ્રદેશ,રાજસ્થાનથી લઈને તમામ રાજકીય પાર્ટીઓના આગેવાનો અને સામાજિક આગેવાનો તેમજ મહેમાનોએ આપેલ અભૂતપૂર્વ સહયોગ બદલ અમે તમામના હૃદયથી આભારી છીએ.ઉપરાંત અમે લોકોને અપીલ કર્યે છીએ કે પોતાના ઘરે રહેલા સારા જુના કપડાં અને રમકડાં અમને આપી જજો જેથી કરીને આપણે ગરીબ લોકોની જિંદગીમાં અમે ખુશીઓ લાવી શક્યે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here