વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ચોરવણી ગામના બેડ ફળિયામાં ચાલી રહેલ પાણી પુરવઠા યોજનાના કૂવા બાંધકામ અંગે ગ્રામજનોએ કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર આક્ષેપ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision News સાથે વાત કરતાં ગ્રામજનોનું કહેવું છે કે અમારે ચોરવણી ગામના બેડ ફળિયામાં ચાલી રહેલ પાણી પુરવઠા યોજનાના કૂવાની ભરાઈ માટે જોઈએ તો એસ્ટિમેટમાં 8 ઇંચની જોગવાઈ છે, પરંતુ કટકીબાજ  કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 6 ઇંચની કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈને અનેક વખત કોન્ટ્રાકટરને લોકો દ્વારા રજુવાત કરવામાં આવી પણ તે તેની માનમની કરી રહ્યો છે. આને લઈને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે અને તેઓ આને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ગણાવી રહ્યા છે.

ગામના જ સામાજિક આગેવાન બારકુંભાઈ જણાવે છે કે આવી રીતે સરકારી યોજનામાં લોકોની આંખમાં ધૂળ નાખવામાં આવી રહી છે. અમારી માંગ છે કે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને કામની તપાસ કરાવવામાં આવે. આ પહેલા પણ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગમાં અગાઉ પણ કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવ્યા છે, જેમાં વાંસદા તાલુકાનો પણ સમાવેશ થાય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here