ધરમપુર: વલસાડ જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધરમપુર તાલુકાના બારોલીયા ગામમાં કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન વલસાડ લોકસભા સંયોજક શ્રી ગણેશ બીરારીના હસ્તે રિબીન કાપીને કરવામાં આવ્યું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે 178 -ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહર પટેલ, વલસાડ જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી મહેન્દ્ર ચૌધરી, ધરમપુર ભાજપા પ્રમુખ શ્રી કેતન વાઠુ, ટીસ્કરી સરપંચ શ્રી દિનેશ ભોયા, બારોલીયા સરપંચ શ્રી લક્ષ્મણ ખીરારી તેમજ વલસાડ જિલ્લા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તાલુકા અને જિલ્લા કક્ષાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટ વલસાડ જિલ્લા કન્વીનર શ્રી અંકુરભાઈ માહલાના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક યોજાઈ હતી. ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાની કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકા વચ્ચે રમાઈ, જેમાં કપરાડા પેન્થર્સે શાનદાર પ્રદર્શન કરી વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો. આ ટુર્નામેન્ટથી જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું અને શૈક્ષિક મહાસંઘની રમતગમત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.











