ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાના દુલસાડ ગામના નવાપાડા વિસ્તારમાં આવેલા ધરમપુર-વલસાડ હાઇવે પર જલારામ નાસ્તા હાઉસનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નાસ્તા હાઉસનું ઉદ્ઘાટન સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલના હસ્તે ભવ્ય સમારોહ વચ્ચે કરવામાં આવ્યું હતું.
આ નાસ્તા હાઉસના માલિક ખેરગામ તાલુકાના રૂઝવની ગામના સક્રિય યુવા આગેવાન વિમલ પટેલ તેમજ તેમના ધર્મપત્ની હિરલ પટેલ છે. તેમણે હાઇવે પર આવેલા નવાપાડા વિસ્તારમાં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ માટે સ્વાદિષ્ટ નાસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ નાસ્તા હાઉસ શરૂ કર્યું છે.
ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલા ડો. નિરવ પટેલે જણાવ્યું કે, “દુલસાડનો નવાપાડા વિસ્તાર ગામનો સૌથી વ્યસ્ત વિસ્તાર છે. અહીં ધરમપુર-વલસાડ હાઇવે પર સામાન્ય લોકોની મોટી સંખ્યામાં અવરજવર રહે છે. આ વિસ્તારના સ્વાદપ્રિય લોકો માટે અહીં ખમણ, ઢોકળા, કચોરી, પેટીસ, ચાયનીઝ સમોસા, ચા-કોફી જેવા વિવિધ સ્વાદિષ્ટ નાસ્તાઓ ઉપલબ્ધ થશે.” આ પ્રસંગે સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા નાસ્તા હાઉસને શુભેચ્છાઓ પાઠવી હતી.











