નાનાપોંઢા: 1 જાન્યુઆરી 2026 થી શરૂ થયેલ નાનાપોંઢા સરપંચ પ્રિમિયર લીગ (NSPL) સિઝન-5 ની ગતરોજ ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અજમેરી રેન્જર્સ અને સંજરી મોબાઈલ ઈલેવન વચ્ચે રમાઈ, જેમાં અજમેરી રેન્જર્સે શાનદાર પ્રદર્શન કરી વિજેતાનો ખિતાબ જીત્યો.
Decision News ને મળેલી માહિતી મુજબ સંજરી મોબાઈલ ઈલેવન રનર્સ-અપ રહી હતી. ફાઇનલ મેચના સમાપન પ્રસંગે 181 -કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, નાનાપોંઢા સરપંચ તથા APMC ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, કપરાડા BJP પ્રમુખ શ્રી વિપુલભાઈ ભોંયા, પૂર્વ કપરાડા BJP પ્રમુખ શ્રી રમેશભાઈ ગાંવિત, આગેવાન શ્રી નાશીર પઠાણ, શ્રી મંગુભાઈ ગાંવિત, શ્રી દિલીપભાઈ નાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા તેમજ રનર્સ-અપ ટીમોને અભિનંદન પાઠવ્યા.
આ સમગ્ર ટુર્નામેન્ટમાં નાનાપોંઢા ગામના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રમતગમતની ભાવનાને જીવંત કરી અને ટુર્નામેન્ટને અત્યંત સફળ બનાવી હતી. આવી સ્પર્ધાઓથી ગ્રામીણ વિસ્તારમાં રમતપ્રેમીઓને પ્રોત્સાહન મળે છે તેમજ યુવા શક્તિનો સદુપયોગ થાય છે.











