સાગબારા: આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા સંચાલિત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS)ના ચોપડવાવ ગામે રૂપિયા 28.56 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અધ્યતન શૈક્ષણિક સંકુલનું ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર તથા ગ્રામોધોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌને જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારના બાળકોના શિક્ષણ માટે સરકાર સતત ચિંતા કરે છે. માત્ર રોડ-રસ્તા અને બિલ્ડીંગ કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેવાથી વિકાસ નથી થતો પરંતુ શિક્ષણથી જ સાચો વિકાસ થાય છે. બાળકોને પ્રાથમિક શાળામાંથી જ પાયાનું શિક્ષણ મજબૂત મળે તે માટે નવી શિક્ષણ નીતિમાં પણ અનેક જોગવાઈઓ કરવામાં આવી છે પરંતુ વાલીઓ પણ જાગૃત થાય અને વ્યસન, કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર આવી શિક્ષણ પર ભાર મૂકશે તોજ આપણે આત્મનિર્ભર ભારત, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરી શકીશું. તેથી આપણે સૌ સાથે મળી દેશના વિકાસમાં યોગદાન આપીએ તેવી અપીલ કરી. સરકારે શિક્ષણની બધી જ સુવિધાઓ આપણને આપી છે તેનો મહત્તમ લાભઉઠાવી, મહેનત કરી આગળ જરૂર વધવું જોઇએ.સખત મહેનત કરીશું તો સફળતા આપણી મુઠ્ઠીમાં જ છે.
સરકાર દ્વારા ચાલતી આવી શાળાઓના વિધાર્થીઓ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરી ભરૂથ અને નર્મદા જિલ્લામાં મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજ કાર્યરત છે જેમાં એડમિશન લેવા માટે અંગ્રેજી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સાથે પાસ થવું જરૂરી છે અને પાસ થયા બાદ મેડિકલ કોલેજમાં એડમિશન માટે NEET ની પરીક્ષા પાસ કરવી મહત્વની છે. વિધાર્થીઓ સારું ભણશે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને આપણા યશશ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2047 વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરી ખભેથી ખબો મિલાવી દેશનું નામ રોશન કરશે. લોકાર્પણ કાર્યક્રમના અંતે શાળા સંકુલની વિવિધ સુવિધાઓનું અવલોકન કરવામાં આવ્યું હતું અને વિધાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.











