વલસાડ: ગતરોજ રાત્રિએ વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલે પોતાના વચનને પાળ્યું અને વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પાડ્યું. આ કાર્યક્રમમાં 300થી 400 જેટલા આપના કાર્યકર્તાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
Decision News ને મળેલી જાણકારી મુજબ ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને સાંસદ ધવલ પટેલની વિશેષ હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આપના 300થી 400 જેટલા કાર્યકર્તાઓએ ભાજપના ખેસ ધારણ કરીને પાર્ટીમાં જોડાવાનું જાહેર કર્યું. કાર્યક્રમમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેનાથી વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું.
આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે અનંત પટેલ અને ચૈતર વસાવા પર તીખા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, “આપના કાર્યકર્તાઓને ખોટા વચનો આપીને છેતરવામાં આવ્યા છે, પરંતુ હવે તેઓ વિકાસના પક્ષ ભાજપ સાથે જોડાઈને ગુજરાતના વિકાસમાં યોગદાન આપશે.” આ ઘટના વલસાડ જિલ્લાના રાજકારણમાં મોટી ઘટના તરીકે જોવાઈ રહી છે, જે આગામી ચૂંટણીઓમાં ભાજપને મજબૂતી આપી શકે છે. આ કાર્યક્રમથી વલસાડ વિસ્તારમાં ભાજપની તાકાત વધી છે સ્થાનિક લોકોના મતે, આવી ઘટનાઓથી પાર્ટીઓ વચ્ચેની સ્પર્ધા વધુ તીવ્ર બનશે.











