વાલોડ: આજે સમગ્ર આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો પોતાના મહાન નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય બંધારણ સભાના પ્રતિષ્ઠિત સભ્ય સ્વ. ડૉ. જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો યોજી ભવ્ય ઉજવણી કરી રહ્યા છે.
ડૉ. જયપાલસિંહ મુંડા (જન્મ: 3 જાન્યુઆરી 1903) આદિવાસી હકોના અગ્રણી યોદ્ધા અને 1928 ના એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન તરીકે પ્રથમ સુવર્ણ ચંદ્રક જીતાડનાર વીર હતા. તેમના જીવન અને યોગદાનને યાદ કરતા આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનને ઉજાગર કરવામાં આવી રહ્યા છે. કરવામાં આવશે. આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરંપરાગત નૃત્ય, ગીત અને લોકકલાઓ દ્વારા સમાજની સમૃદ્ધ સંસ્કૃતિનું નિરૂપણ પણ થશે.
ડૉ. જયપાલસિંહ મુંડાના જીવન, સંઘર્ષ અને આદિવાસી હકો માટેના યોગદાનને ઉજાગર કરતી ઇતિહાસ આધારિત કૃતિઓ પણ રજૂ થશે. આજના કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને તેમના વિચારો, આદર્શો અને આદિવાસી સ્વાભિમાનના ઇતિહાસથી પરિચિત કરાશે. આ આયોજનમાં આદિવાસી સમાજ સહિત તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને યાદગાર બનશે.











