મહીસાગર: જયપાલસિંહ મુંડાનો જન્મ 3/જાન્યુઆરી/1903 ના રોજ રાંચી પાસે આવેલા ખુંટી જિલ્લાના ટકરા ગામમાં થયો હતો જ્યારે મૃત્યુ 20-03-1970 થયું હતું. એમનું બાળપણનું નામ પ્રમોદ પાહન, પિતાનું નામ.અમસુ પાહન, માતાનું નામ.રાધામુનિના હતું તેમનું શિક્ષણ પૈતુક ગામમાં થયું, ગામડામાંથી 15 કિલોમીટર દુર રાંચીની ખ્રિસ્તી મિશનરીઓની અંગ્રેજ શાળા સેન્ટ પોલ સ્કુલમાં દાખલ થયાં અને જાણે જીવનની દિશા બદલાઈ ગઈ.
જયપાલસિંહ મુંડા નાનપણથી જ ખુબ પ્રભાવશાળી હતા તેમની બુદ્ધિક્ષમતાથી અંગ્રેજો પણ આશ્ર્વર્યચકિત હતાં તેમની આ પ્રતિમાને ઓળખીએ..
1918 ઈંગ્લેન્ડ મોકલ્યા હતા તેમણે સેન્ટ ઓગસ્ટઈન કોલેજમાં અભ્યાસ કરીને અથૅશાસ્ત્ર સ્થાનકક્ષાની ડીગ્રી મેળવી હતી. 1925 માં તેમને ઓક્સફોર્ડ બ્લુ નું બિરુદ આપવામાં આવ્યું હતું. 1928 ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમની કેપ્ટનશીપ કરી.પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડીયો હતો. આદિવાસી યુવકે ભારતને પહેલો ઓલમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો આ સાંભળીને મુનિવાદીઓનો જીવ બળીને રાખ થઈ જાય.પણ આ હકીકત છે.એને તેને કોઈ બદલી શકે તેમ નથી. 1938 માં આદિવાસી મહાસંભાની રચના કરી હતી.
1939 માં પ્રમુખપદ સાંભાળયુ સુભાષચંદ્ર બોઝને મળ્યા હતાં અને ઝારખંડ રાજ્યની માંગ પર ભાર મુકયો હતો. 1946 માં તેઓ બંધારણ સભાના સભ્ય બન્યા અને આદિવાસી સમાજના અધિકારો માટે પોતાનો અવાજ ઉપાડ્યો. બંધારણ સભાના સભ્ય અને આદિવાસી અધિકારોના કટ્ટર હિમાયતી તરીકે તેમની ભૂમિકા ઐતિહાસિક રહી છે.
ડૉ રાજેન્દ્રપ્રસાદ ને સંબોધનમાં કહ્યું હતું કે આજે અમારી સંખ્યા લાખોમાં છે પરંતુ એમનું પ્રતિનિધિત્વ કરવા માટે 5/6 જણા બંધારણસભામાં આવ્યા છીએ જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં કરેલી ધારદાર રજૂઆતોને કારણે જે આદિવાસીઓના હિતમાં 5 મી અંનુ સૂચિ અને 6 ની અંનુ સૂચિ / પેસા એકટ /જળ જંગલ જમીન શિક્ષણમાં અને નોકરીમાં અનામત /રમત ગમત અને રાજકારણમાં જોગવાઈ બનાવવામાં આવી અને એમની રજુઆતને કારણે જ આદિવાસીઓને અનામતનો લાભ મળતો થયો.
બંધારણસભાના સભ્ય હતા.એમણે બંધારણસભામાં આદિવાસીઓના હક્કો અધિકારો માટે અવાજ ઉપાડ્યો હતો એમણે બંધારણસભામાં ખુબ ગવૅ સાથે કહ્યું કે અમારા આદિવાસી સમાજમાં જાતિ અને લીંગના આધારે કોઈ ભેદભાવ નથી જયપાલસિંહ મુંડાએ બંધારણસભામાં કહ્યું હતું કે તમે આદિવાસીઓને લોકશાહી ના શીખવો લોકશાહીના જીવનમૂલ્યો આદિવાસીઓનાં લોહીમાં છે. તમારે આદિવાસીઓ પાસેથી લોકશાહીની પદ્ધતિ શીખવી પડશે.
જયપાલસિંહ મુંડાએ બંધારણસભામાં કહ્યું હતું કે મારાં સમાજના લોકો ભવિષ્યમાં એ જરૂરથી સમજશે કે એમનો સાચો ઈતિહાસ અને અધિકાર શું છે. 1949 તેમણે આદિવાસી મહાસભાને ઝારખંડ પાટીમાં પરિવર્તિત કરી હતી 1952 માં લોકસભાની ચૂંટણીમાં તેમનો પક્ષ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં 32 બેઠકો જીતી હતી. 1963 માં તેમણે ઝારખંડને અલગ રાજ્યનું તેમનું આ સ્વપ્ન છે કે 2000 માં સાકાર થયું આજે ઝારખંડમાં આદિવાસી સમાજમાંથી મુખ્યમંત્રી ઝારખંડ રાજ્યનું પ્રતિનિત્વ કરે છે. તેમનું જીવન સંધષૅ સમર્પણ અને આદિજાતિના અવાજનુ પ્રતીક છે.તેમનો વારસો ઝારખંડ અને સંમગ્ર ભારત માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજની રૂઢી પરંપરાઓ સંસ્કૃતિ અને જીવનશૈલી અને આદિવાસી અસ્મિતા બચાવવા માટેની આદિવાસી સમાજમાં પુવૅજોથી ચાલતી પરંપરાઓ જાળવી રાખવી એ આદિવાસી સમાજનો વારસો કહેવાય છે.
હાલ આદિવાસી સમાજની એક જ માંગ છે.આદિવાસી સમાજને અલંગ અલંગ રાજ્યમાં વહેંચીને એકતા થવા ન દેવામાં આ સરકારો ભિલોને એકતા ન થવી જોઇએ એ માટે અનેક પ્રયાસો સરકાર હાલ કરી રહી છે. આદિવાસી વિસ્તારમાં એક જ માંગ હાલ ચાલી રહી છે. ભિલોનુ બલિદાન માનગઢ હત્યાકાંડમાં 1507 કરતા વધારે આદિવાસી સમાજના લોકો 17/નવેમ્બર 1913 ના રોજ માનગઢ ડુંગર પર અંગ્રજો સામે 1507 આદિવાસી સમાજના લોકો બલિદાન આપેલ છે.તો ત્યારે ભિલ પ્રદેશ રાજ્યની માંગ ઉઠી હતી.
ભીલપ્રદેશ રાજ્ય બનાવવા માટે
ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ના અમુક જિલ્લોઓ ભેગા કરી ભિલ પ્રદેશ રાજ્ય અલગ ભિલોને આપવામાં આવે એવી ભારત સરકાર અને અલગ અલગ રાજ્યમાં ધારાસભ્ય માંગ કરી રહ્યા છે. સંસદમાં પણ આ ભિલ પ્રદેશ રાજ્ય માટે માંગ ચાલી રહી છે. ભિલ પ્રદેશ રાજ્યની રાજધાની માનગઢ રાખવાની તમામ આદિવાસી સમાજની માંગ ઉઠી રહી છે.
જયપાલસિંહ મુંડાને ષડયંત્રનો ભાગ બનાવી ઈતિહાસમાંથી ખુબ આયોજન પુવૅક દુર કરી દેવામાં આવ્યા. જીવન એક નવી શરૂઆત છે. સવારે એ નવી આશા છે. હિંમત રાખો વિશ્વાસ રાખો દરેક દિવસે એ આનંદ યોજના છે.
BY: તાવિયાડ અશ્વિનકુમાર રમણભાઈ, ગામ દલિયાટી, તા સંતરામપુર, જિ મહિસાગર, મોબાઈલ- 9712167655











