ધરમપુર: આજરોજ ધરમપુર સેવા મંડળના આદ્યસ્થાપક પૂજ્ય કલ્યાણજી કાકાની 30 મી પુણ્યતિથિએ ધરમપુર સેવા મંડળ, પાર્થ ટ્રેડર્સ વાપી, રેઈન્બો વોરિયર્સ ધરમપુર, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, ઓસ્તવાલ એન્ડ કંપની ધરમપુર, પુનિત ટ્રેડર્સ ધરમપુર, શ્રી ક્રિષ્ના ઇલેક્ટ્રોનિકસ ધરમપુર તથા એસ.વી પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આસુરાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ૧૧૦ યુનિટ રક્તદાન મેળવી અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

પૂજ્ય કલ્યાણજી કાકાના નામથી જાણીતા બનેલ સ્વ. કલ્યાણજી કિકાભાઈ ગરાસીયાએ ધરમપુર ના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની જ્યોતિ પ્રજવલિત કરી હતી. ધરમપુર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કે જ્યાં સાયકલ તથા પગપાળા પહોંચીને એ વિસ્તારના વિદ્યાર્થીઓ ખૂબ જ સારું શિક્ષણ મળે એ માટે છાત્રાલય, શાળાઓ અને માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. આજે આ સંસ્થા દ્વારા શિક્ષણ મેળવી સારી નોકરીઓ મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઈ સહભાગી બની ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું અને એમના કાર્યોને બિરદાવ્યા હતા પોતાના જીવનમાં આ સંસ્થાના ઋણને યાદ કર્યું હતું.

કાર્યક્રમનું ઉદ્ઘાટન ધરમપુર સાંઈનાથ હોસ્પિટલના ડૉ. હેમતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેમાન શ્રી મનીષભાઈ લાડ ચેતના હોટલ ધરમપુર, પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા, પારડી સ્વાધ્યાય મંડળના ભગીરથદાદા, ધરમપુર સેવા મંડળના પ્રમુખ ચુની ભાઈ પટેલ, મંત્રી ભુપેન્દ્રભાઈ ગરાસિયા, ટ્રસ્ટીશ્રીઓ, કેતનભાઈ ગરાસિયા (મહામંત્રી ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ), શંકરભાઈ પટેલ (રેઈન્બો વોરિયર્સ ધરમપુર), ટ્રસ્ટી જયેશભાઈ પટેલ પલ્લવ પ્રિન્ટર ધરમપુર તથા એસ.વી પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય દિપકભાઈ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્યશ્રી અરવિંદભાઈપટેલ દ્વારા શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો, પાર્થ ટેડર્સ વાપી તરફથી બ્લેન્કેટ, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી ટોવેલ, શ્રીમદ્દ રાજચદ્રં તરફથી ટિફિન બોક્સ, ARDF અતુલ તરફથી સ્કૂલ બેગ તથા ઓસ્ટવાલ એન્ડ કંપની ધરમપુર,પુનિત ટ્રેડર્સ ધરમપુર તથા દિનેશભાઇ પટેલ માજી સરપંચશ્રી પેલાડ ભેરવી તરફથી લક્કી ડ્રો ના ઇનામો આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ચુનીભાઈ પટેલ, મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, શાળાના શિક્ષક જયેશભાઈ ટંડેલ શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ધરમપુર સેવા મંડળના સભ્યો, એસ વી પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આસુરા શાળા પરિવાર તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુરના સભ્યશ્રીઓએ કર્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here