વ્યારા: હોસ્ટેલોમાં થઈ રહેલા વિધાર્થિના મોતના કિસ્સાઓમાં વધુ એમ કિસ્સો ઉમેરતો હોય તેમ એકલવ્ય મોડલ સ્કૂલ વ્યારામાં જેતવાડી ગામની 16 વર્ષીય સેજલકુમારી રાકેશભાઈ ગામીતનું ભેદી સંજોગોમાં મોત થયાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે
Decision News ને મળેલી જાણકારી મુજબ એકલવ્ય મોડલ સ્કૂલ વ્યારામાં 11 ધોરણમાં અભ્યાસ કરતી સેજલબેન ગામિત વહેલી સવારે આશરે આઠ વાગ્યાના અરસામાં હોસ્ટેલમાં નાસ્તો કરવા માટે ગઈ હતી. નાસ્તો કરતી વખતે અચાનક તેને થક્કર આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડી હતી. પ્રિન્સિપાલના ખાનગી વાહન મારફતે તાત્કાલિક સેજલને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું કરુણ મોત નીપજ્યાંનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું.
મૃતક વિધાર્થિની ક્રિસમસની રજાઓ પૂરી કરીને ગત સાંજે જ હોસ્ટેલમાં હાજર થઈ હતી. તેના મોતના સમાચાર મળતા જ વાલીઓ અને સગા-સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. PM રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે અચાનક મૃત્યુ હાર્ટ એટેક છે કે અન્ય કોઇ કારણ ?











