નાનાપોંઢા : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની ઉજવણી નાનાપોંઢા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાલચોંઢી ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને યુવા કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં પક્ષના ધ્વજવંદન સાથે સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. યુવા કોંગ્રેસના નેતા કુંજલી પટેલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે, “કોંગ્રેસ પક્ષે દેશની આઝાદીની લડતથી લઈને આજના લોકતંત્રના મજબૂતીકરણ સુધી અનેરું યોગદાન આપ્યું છે. આજે પણ પક્ષ ગરીબો, ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ સ્થાપના દિવસે આપણે નવા સંકલ્પ સાથે આગળ વધીએ.”

આ કાર્યક્રમમાં વિસ્તારના કાર્યકરોએ ભાગ લીધો હતો અને કોંગ્રેસના મૂળભૂત સિદ્ધાંતોને યાદ કરીને પક્ષની વિચારધારાને મજબૂત કરવાના સંકલ્પ લીધા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ હતી અને આ વર્ષે પક્ષે તેનો 141મો સ્થાપના દિવસ દેશભરમાં ઉજવ્યો છે.