સેલવાસ: શાળાઓમાં શિસ્તના ધજાગરા ઊડ્યા હોય તેમ ગતરોજ સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં આવેલી એક શાળાની બહાર વિદ્યાર્થિનીઓ વચ્ચે ખુલ્લા હાથે મારામારી થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ટોકરખાડા વિસ્તારમાં આવેલ શાળા પરિસરની બહારની ઘટના છે. DECISION NEWS પ્રાપ્ત થયેલા વાયરલ વીડિયોમાં કેટલીક વિદ્યાર્થીનીઓ એકબીજા સાથે ખુલ્લેઆમ મારામારી કરી રહી હોવાનું જોઈ શકાય છે.
આ મારામારીના દ્રશ્યોમાં એક શિક્ષિકા તેમને રોકવાનો પ્રયાસ કરતી પણ નજરે પડે છે. પણ DECISION NEWS ‘ આ વાયરલ વીડિયો સત્ય જ છે એવું પુષ્ટિ આપતું નથી. સ્થાનિક લોકો દ્વારા સેલવાસના શિક્ષણ વિભાગ પાસે શિસ્તના પાઠ ભણાવવા અપીલ કરવામાં આવી છે.











