દક્ષિણ ગુજરાત: નર્મદા જિલ્લાનું રાજકારણ અત્યારે હાઈ-વોલ્ટેજ ડ્રામા બન્યો છે કેમ કે સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર ’75 લાખના તોડ ‘ના આક્ષેપો કર્યા હતા હવે કલેકટરે આ વાતનો ચૈતર વસાવાને રદિયો આપતાં ના ભણી છે આવામાં ખુદ મનસુખ વસાવા જ ભીંસમાં મુકાયા ત્યારે આવતીકાલે મનસુખ વસાવા કલેક્ટર પાસે જવાના છે ત્યારે લોકો કહી રહ્યા છે કે આવતીકાલે શું ખરેખર મનસુખ વસાવા ભાજપ છોડી દેશે… કે ‘કલેકટર’ ને બનાવશે ‘બલી બકરો’ બનાવશે
સાંસદ મનસુખ વસાવાએ ગતરોજ એવું કહ્યું હતું કે મને નર્મદા કલેકટર મોદી દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવાએ મારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી આ વાતને લઈને મનસુખ વસાવાએ દાવો પ્રેસ પરિષદ બોલાવી જણાવ્યું હતું કે ચૈતર વસાવા તોડપાણી કરે છે અને તેમણે નર્મદા કલેકટર પર 75 લાખ રૂપિયા માંગ્યા હતા. આ આક્ષેપો બાદ જ્યારે ચૈતર વસાવા રૂબરૂ કલેક્ટર પાસે પહોંચ્યા, ત્યારે કલેક્ટરે કેમેરા સામે સ્પષ્ટ ઇનકાર કર્યો કે ચૈતર વસાવાએ કોઈ પૈસા માંગ્યા નથી એમ કહ્યું અને મનસુખ દાદા ભેરવાયા.. હવે આવતીકાલે મનસુખ દાદા નર્મદા કલેકટર પાસે જવાના છે ત્યારે કેવા સીન ક્રિએટ થશે એ જોવું રસપ્રદ બની રહેવાનું છે.
હાલમાં મનસુખ વસાવા પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચે એકલા પડી ગયા છે. મનસુખ વસાવાએ હવે કલેક્ટર પર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે, “પહેલા કલેક્ટરે મને આ વાત કરી હતી, પણ હવે તે ચૈતર વસાવા સાથે મળી ગયા છે અને તેમને બચાવી રહ્યા છે.” કલેક્ટર કે સરકાર કેમ સત્ય છુપાવે છે તે મારે જાણવું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ભ્રષ્ટાચાર અને ખોટા લોકો સામે ઝૂકશે નહીં, ભલે તેના માટે તેમને પક્ષ કેમ ન છોડવો પડે. મનસુખ દાદાએ કહ્યું છે કે હું આ મુદ્દાને લઈને સરકાર પાસે જવાનો છું અને મને”ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ”











