નર્મદા: નર્મદા જિલ્લામાં થર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડકાંડ મામલે જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. નર્મદા કલેક્ટર સંજય મોદી ડબલ ઢોલકી નીકળ્યા.. કોણ સાચું કોણ ખોટું… ? 75 લાખની તોડ નો સવાલ ત્યાનો ત્યાં જ ! સાંસદના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટરે હવે તેમની વાત સ્વીકારી છે,
આજે સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ત્યાં બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર સંજય મોદીએ સ્વીકાર્યું હતું કે 75 લાખ રૂપિયાની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી. સાથે જ કલેક્ટરે એ વાત પણ માન્ય કરી હતી કે આ માહિતી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર મોદી દ્વારા તેમને જણાવવામાં આવી હતી.’રાજપીપળા ખાતે નહીં પરંતુ કેવડિયા હેલિપેડ ખાતે વાત થઇ હતી.’
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો બાદ ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા. તે સમયે જિલ્લા કલેક્ટરે 75 લાખ રૂપિયાની માંગ અંગેની વાતને ખોટી ગણાવી હતી. આજે જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ મારી સાથે આવ્યા છે’. મેં કહ્યું હતું કે ‘ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ, પરંતુ આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે, એટલે હવે હું પાર્ટી સાથે જ છું’ કલેક્ટરના આ વલણને કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. હવે આગળ ચૈતર વસાવા શું પગલાં લેશે, કોની સામે કાર્યવાહી થશે તે મુદ્દે તમામની નજર ટકી રહી છે.











