નાનાપોંઢા: આજરોજ નાનાપોંઢા તાલુકાના કાજલી ગામમાં આવેલ માવલી માતા પ્લેગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને ગ્રાઉન્ડનું લોકર્પણ કર્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ક્રિકેટ ગ્રાઉન્ડને લઈને આરંભથી ગ્રામજનો તેમજ યુવાનોમાં અપાર આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. સમગ્ર વિસ્તારમાં ઉત્કટ ઉમંગ છવાયો હતો, કારણ કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ ગ્રામીણ વિસ્તારના યુવાનો માટે મહત્વપૂર્ણ સુવિધા બની રહવાની છે. ધારાસભ્યએ ક્રિકેટ પિચ પર ઉતારી પોતે ક્રિકેટ રમી ટુર્નામેન્ટની શરૂવાત કરાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે, આવી સુવિધાઓથી ગ્રામીણ વિસ્તારના યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવીને તેમના વિકાસ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ક્રિકેટ જેવી રમતો દ્વારા શારીરિક ક્ષમતા વધારે છે તેમજ માનસિક મજબૂતી, શિસ્ત, ટીમવર્ક, નેતૃત્વ ગુણ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. આ ગ્રાઉન્ડથી સ્થાનિક યુવાનોને તાલીમ અને સ્પર્ધાઓ માટેની ઉત્તમ તક મળશે, જે તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે.











