ધરમપુર: ગત રાત્રિએ 10 વાગ્યાની આસપાસ ધરમપુર શહેરમાં એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આસુરા બિરસા મુંડા સર્કલ પાસે એક GJ-05-BV-4047 નબરની ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ સીધી જ રસ્તાની બાજુમાં આવેલી દુકાનોમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં મોટું નુકસાન થયું હોવા છતાં, સદનસીબે કોઈ વ્યક્તિને જાનનું જોખમ થયું નથી અને કોઈ જાનહાની થઈ નથી.

Decision News ને જાણવા મળેલ પ્રાથમિક તારણ અનુસાર, અકસ્માત ગઈ કાલે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ બન્યો હતો. GJ-05-BV-4047 નબરની બસ ડ્રાઈવરે અચાનક વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે બસ રસ્તા પરથી લપસીને આસપાસની દુકાનોમાં જઈને અથડાઈ હતી. અકસ્માતમાં બસને મોટું નુકસાન પહોંચ્યું છે અને દુકાનોના આગળના ભાગમાં તોડફોડ થઈ છે. સ્થાનિક દુકાનદારોનું કહેવું હતું કે, મોડી રાત્રે હોવાથી વધુ લોકોની હાજરી નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ.

સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ડ્રાઈવરે દારૂના નશામાં અથવા ઉજાગરા (સ્લીપ ડેપ્રાઈવેશન)ને કારણે આ અકસ્માત કર્યો હશે. જોકે, પોલીસે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ ઘટનાએ ધરમપુરમાં વાહન ચાલકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે સવાલો ઊભા કરી દીધા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here