પારડી: ગતરોજ મૂળ પારડીના ખેરલાવ ગામની અને હાલ કોપરલી પોતાની મોટી બહેન જ્યોતિબેનને ત્યાં રહી જાગૃતિબેન ધુરીયાભાઈ નાયકા પટેલ નામની 33 વર્ષીય યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં સારવાર દરમિયાન મોત ચર્ચાના વંટોળ ઊઠયો છે.
બહેન જ્યોતિએ વહેલા આવવાનું કારણ પૂછતા જાગૃતિબેન ચક્કર અને ગભરામણ થઈ રહી હોવાનું કહ્યું અને બાદમાં તબિયત વધુ બગડતા તેને તાત્કાલિક રોહીણા ખાનગી ડોક્ટર પાસે અને પછી પારડીની મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન ડોક્ટરોએ જાગૃતિને કોઈ ઝેરી અસરની અસર થઈ હોવાનું જણાયું પછી જાગૃતિબેન બેભાન થઈ ગઈ અંતે સાંજે 4.45 કલાકે તેનું મોત થયું ગયું હતું.
પારડી પોલીસ મથકે જાગૃતિના શંકાસ્પદ મોત મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાગૃતિએ જાતે ઝેર પીધું છે કે અન્ય કોઈ કારણોસર શરીરમાં ઝેર ફેલાયું તે વિશેના લેબ રિપોર્ટ આવ્યા બાદ જ માહિતી સ્પષ્ટ થસે એવા અંદેશા હાલમાં લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.











