ખેરગામ: ગતરોજ રાજય સરકાર દ્વારા તા-21/12/2025 ના રોજ લેવામાં આવેલ TET પરીક્ષામાં પાસિંગ કટ ઓફ ખુબ જ ઊંચા રાખી અન્યાય થવાને લઈને યુથલીડર ડો.નિરવ પટેલે શિક્ષણમંત્રી ડૉ પ્રદ્યુમન વાજાને રજૂઆત કરવામાં આવી હતી

Decision News ને મળેલી જાણકારી મુજબ 21/12/2025 ના રોજ રાજય સરકાર દ્વારા લેવામાં આવેલ TET ની પરીક્ષામાં qualifying marks( in%) આરક્ષિત અને અનારક્ષિત વર્ગ માટે 55% અને 60% જેટલો ઉચ્ચ રાખવામાં આવેલ છે જે અન્ય પરીક્ષાઓની સરખામણીમાં ઘણો ઉચ્ચ છે જયારે GSET જેવી પરીક્ષાઓમાં પણ એ દર આરક્ષિત અને અનારક્ષિત વર્ગ માટે 35% અને 40% જેટલો જ છે, તો TET જેવી પરીક્ષામાં આટલું ઊંચું પાસિંગ રાખીને TET ની પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓને રાજય પરીક્ષા બોર્ડ અન્યાય કેમ કરી રહી છે એ બાબત અનેક પરીક્ષાર્થીઓ અને એમના વાલીઓના મનમાં ઉદભવી રહ્યો છે.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ખેરગામના યુવા સામાજિક આગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે એક જ રાજયમા પરીક્ષાઓ પાસ કરવા માટે જુદા જુદા નિયમ શા માટે છે તે બાબતે અનેક ઉમેદવારોએ દુઃખ વ્યક્ત કરતા આશા રાખું છું કે આપ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે આ બાબતે યોગ્ય નિર્ણય લઇ ઘટતી કાર્યવાહી કરવાના આદેશ આપશો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here