મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. રાજ્યમાં યોજાયેલી નગર પરિષદ અને નગર પંચાયતની ચુંટણીના પરિણામોમાં સત્તાધારી ‘મહાયુતિ’ (NDA) ગઠબંધને કુલ 299 બેઠકોમાંથી મહાયુતિએ 213 બેઠકો પર વિજય થયો છે.
મહારાષ્ટ્રની 246 નગર પરિષદોના પરિણામોમાં ભાજપનું પ્રદર્શન ઐતિહાસિક રહ્યું છે. ભાજપ: 96 બેઠકો પર જીત અને લીડ સાથે ભાજપ સેન્ચુરીની નજીક પહોંચી ગયું છે. એકનાથ શિંદેની શિવસેનાએ 44 બેઠકો જીતીને સાબિત કર્યું છે કે અસલી શિવસેના કોણ છે, અજિત પવાર જૂથ: NCP (અજિત પવાર) ને 34 બેઠકો મળી છે, બીજી તરફ, વિપક્ષની હાલત કફોડી બની છે. કોંગ્રેસ 27 બેઠકોમાં સમેટાઈ ગઈ છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીને માત્ર 8 8 બેઠકોથી સંતોષ માનવો પડયો છે.
નગર પંચાયતની વાત કરીએ તો નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો ગણાતી 42 નગર પંચાયતોમાં પણ મહાયુતિનો કરિશ્મા જોવા મળ્યો છે. અહીં ભાજપે 22 બેઠકો પર વિજય પતાકા લહેરાવી છે. શિંદે સેનાને 8 અને અજિત પવાર જૂથને 3 બેઠકો મળી છે. શરદ પવારની પાર્ટી અહીં ખાતું પણ ખોલાવી શકી નથી. વિપક્ષમાં શિવસેના (UBT) ને 4 અને કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે, રાજ ઠાકરેનું પ્રદર્શન ‘શૂન્ય’ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે માટે આ ચૂંટણી અસ્તિત્વનો પ્રશ્ન બની ગઈ છે. આ પરિણામો જાન્યુઆરીમાં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય 28 પાલિકાઓની ચૂંટણીમાં અસરકારક સાબિત થશે કે નહિ આવનારાઓ સમય જ બતાવશે.











