જલાલપોર: ડાભેલ ગામ ખાતે દિપકભાઇ હળપતિ નામનાં યુવાનને ત્યાંના કસાઈઓ દ્વારા ઢોરમાર મારી હત્યા કરી નાખ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ તેમાં રાજકારણ પણ ઘૂસ્યું હતું આદિવાસી દીકરાના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારને સાંત્વના અને ન્યાય અપાવવા પોહચેલા સાંસદ ધવલ પટેલે આદિવાસી દીકરાની અંતિમયાત્રામાં પણ ભાગ લીધો હતો બાદમાં મીડિયા સમક્ષ આપ અને કોંગ્રેસના ધારાસભ્યો વિષે નિવેદન પાસ કર્યું હતું કે કયા ગયા આદિવાસી મસીહાઓ ? આ નિવેદનને લઈને નવસારી આપ પ્રમુખ પંકજ પટેલે સાંસદ ધવલ પટેલને વળતો જવાબ આપ્યો છે

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામ ખાતે દિપક ભાઇ હળપતિ નામનાં યુવાનને ત્યાંના કસાઈઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને એમને સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં જેમનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું, એમનાં પરિવારને શાંત્વના આપવા અમે પણ અમારી ટીમ સાથે 3 કલાકથી વધુ સમય સુધી એક સામાજિક આગેવાન તરીકે ત્યાં હાજર હતાં, અમે કોઈ રાજનીતિ કરવા માટે ત્યાં નહીં ગયા હતાં એટલાં માટે અમે કોઈ પણ રાજકીય પક્ષ કે સત્તા પક્ષ વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપ્યું ન હતું, એમ છતાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ડાભેલ ગામે પહોંચી પરિવારને મળી શાંત્વના આપે છે એ સુધી તો બરાબર હતું પણ આવાં દુઃખ દ પ્રસંગે પણ રાજનીતિ કરવાનું ચૂકતા નથી અને મીડિયામાં જાહેરમાં સ્ટેટમેન્ટ આપી વિપક્ષના નેતાઓને ટાર્ગેટ કરે છે અને આજે ક્યાં ગયા ચૈતર ભાઇ વસાવા અને ક્યાં ગયા અનંત ભાઇ પટેલ એવું સ્ટેટમેન્ટ આપે છે.

હું પંકજ પટેલ ભાઇ ધવલ પટેલને પૂછવા માંગુ છું કે ગુજરાતમાં 30 વર્ષથી સરકાર તમારી છે,નવસારીના સાંસદ સી.આર.પાટીલના ગઢમાં જો આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય તો એનો જવાબદાર કોણ ? તમને બધી ખબર જ છે આ કસાઈઓ માંથાભારે છે અને એમનાં પર ઘણાં કેસો છે તો સમયસર એમનાં વિરુદ્ધ પગલાં કેમ ભરવામાં ન આવ્યાં? જો સમય સર એમનાં વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આદિવાસી પરિવારનો આ યુવા આવી ઘટનાનો ભોગ નહીં બન્યો હોત, અવારનવાર આવી ઘટનાઓ બનવી એ તમારી નાંકામી બતાવે છે, અને એક સાંસદ થઈને તમે તમારી નાંકામી છુંપાવવા બીજા પર આક્ષેપો કરવા એ કેટલા યોગ્ય ? ખરેખર આવી રાજનીતિ કરવાનું હવે તમારે બંધ કરવું જોઈએ અને આવાં તત્વો વિરુદ્ધ કડક પગલાં ભરાવી કડકમાં કડક સજા અપાવવા માટેનાં તમારે પ્રયાસો કરવા જોઈએ..!


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here