વલસાડ: આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ગતરોજ વલસાડ જિલ્લાના વાપીમાં મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ અને અધિકારીઓ દારૂના વ્યવસાયથી માલામાલ થઈ રહ્યા છે.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના કેટલાક નેતાઓ અને અધિકારીઓ દારૂના વ્યવસાયથી માલામાલ થઈ રહ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી માત્ર 10 મિનિટમાં થઈ જાય છે.

ગઢવીએ કહ્યું કે, ડ્રગ્સના વધતા દૂષણ ખૂબ જ જડપે વધી રહ્યું છે,  દારૂ કરતાં પણ વધુ ખતરનાક ડ્રગ્સના રવાડે ગુજરાતના યુવાનોને ચડાવવામાં આવ્યા છે. તેમણે આને એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું, જેથી યુવાનો રોજગારી કે નોકરીની માંગ ન કરે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here