ખેરગામ: આજરોજ ખેરગામ વલસાડ સ્ટેટ હાઇવે પર વાવ ફાટક પર આવેલ જોખમી વળાંક પર બમ્પરના અભાવે વારંવાર અકસ્માતો થતાં હતા ત્યારે સમસ્ત આદિવાસી સમાજની રજૂઆતો બાદ ખેરગામ વલસાડ રોડ પર બમ્પર મુકાતા સ્થાનિકોમાં રાહતની લાગણી પ્રસરી છે

ખેરગામ વલસાડ સ્ટેટ હાઇવે પર વાવ ફાટક પર આવેલ જોખમી વળાંક પર બમ્પરના અભાવે વારંવાર અકસ્માતો થતાં આવેલ હોવાથી છાસવારે સ્થાનિકો અને રાહદારીઓ માટે ભયનું વાતાવરણ ફેલાયેલું રહેતું હતું આથી સ્થાનિક જીજ્ઞેશ પ્રધાન, નિતેશ પટેલ, અર્જુન પટેલ સહિતના ગ્રામજનોએ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને રજૂઆત કરતા તેમણે સમસ્યાનો ઉકેલ લાવવા માટેની યોગ્ય પદ્ધતિ દર્શાવી માર્ગદર્શન પુરુ પાડેલ અને તંત્રએ આ બાબતે ગંભીરતા દાખવી ગ્રામજનોની રજૂઆત ધ્યાને લઇ બમ્પર બનાવી આપતાં ગ્રામજનોએ રાહતનો ઊંડો શ્વાસ લીધેલ હતો.

ગ્રામજનોએ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવનો આભાર માનતા જણાવ્યું કે અમે આજે ખૂબ જ ખુશ છીએ હવે હાઇવે પર થતાં અકસ્માતો અટકશે અને કમોતે મરતા લોકોના જીવ બચશે તેમના પરિવાર દુઆ મળશે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here