દમણ-દીવ: આજે દમણ અને દીવ તેમજ ગોવામાં મુક્તિ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે 1961 માં પોર્ટુગીઝ શાસનમાંથી આ વિસ્તારોની મુક્તિની યાદ તાજી કરવામાં આવે છે. ભારતીય સેનાના ‘ઓપરેશન વિજય’ દ્વારા માત્ર 36 કલાકમાં પોર્ટુગીઝ ગવર્નરે આત્મસમર્પણ કર્યું હતું, જેનાથી 450 વર્ષથી વધુના વસાહતી શાસનનો અંત આવ્યો.

દમન અને દીવમાં આજે સવારથી જ રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કાર્યક્રમો યોજાયા. ત્યારબાદ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. બીચ પર લોકોની ભીડ ઉમટી પડી અને લોકનૃત્ય તેમજ પરંપરાગત વાનગીઓનો આનંદ માણતા લોકો નજરે પડી રહ્યા છે. આ મુક્તિ દિવસનું મહત્વ એ છે કે ભારતની આઝાદી 1947 માં મળી તે પછી પણ ગોવા, દમન અને દીવ પોર્ટુગીઝ વસાહત હેઠળ રહ્યા હતા. લાંબા કૂટનીતિક પ્રયાસો નિષ્ફળ જતાં ભારતીય સેનાએ 19  ડિસેમ્બર 1961 માં આ વિસ્તારોને મુક્ત કરાવ્યા.

આ ઓપરેશનમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાનો સંયુક્ત પ્રયાસ હતો, જે ભારતના ઇતિહાસમાં પ્રથમ ત્રિ-સેવા ઓપરેશન તરીકે જાણીતું છે. આજના દિવસે સ્થાનિક લોકો શહીદોને યાદ કરે છે અને એકતા તેમજ સ્વતંત્રતાના મૂલ્યોને મજબૂત કરે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here