સેલવાસ/દાનહ: આજે આદિવાસી સમાજના બાહોશ અને નીડર નેતા, દાદરા અને નગર હવેલીના પૂર્વ સાંસદ સ્વ. મોહનભાઈ સંજીભાઈ ડેલકરની જન્મજયંતિ છે. 19 ડિસેમ્બર 1962 ના રોજ સિલ્વાસામાં જન્મેલા મોહન ડેલકરે આદિવાસીઓના હક્કો અને વિકાસ માટે આજીવન સંઘર્ષ કર્યો હતો.
મોહન ડેલકરે ૧૯૮૯થી લઈને સતત સાત વખત લોકસભામાં દાદરા અને નગર હવેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ટ્રેડ યુનિયન લીડર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને આદિવાસી વિકાસ સંઘઠનની સ્થાપના કરીને સ્થાનિક આદિવાસીઓના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો. તેમનું જીવન આદિવાસી સમાજના ઉત્થાન અને શોષણ સામેના સંઘર્ષથી ભરેલું હતું.
2021માં તેમના અકાળે અવસાન પછી પણ તેમનું વારસો જીવંત છે. તેમના પરિવારજનો અને અનુયાયીઓ આજે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. આદિવાસી સમાજમાં તેમની જન્મજયંતિને ખાસ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જેમાં તેમના કાર્યોની ચર્ચા અને સમાજસેવાના કાર્યક્રમો યોજાય છે. સ્વ. મોહન ડેલકરના ચાહકો અને આદિવાસી સમુદાય તરફથી તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ.











