બનાસકાંઠા: આજરોજ બનાસકાંઠાના દાંતામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારી અધિકારીઓ અને મીડિયાકર્મીઓના માઈક વિશે અપમાનજનક અને વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં અધિકારી અને મીડિયા આલમમાં રોષ ફેલાયો છે

વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જાહેર કાર્યક્રમમાં ભાન ભૂલીને અધિકારીઓનું અપમાન કર્યું છે. તેમણે કવરેજ કરતા મીડિયા કર્મીઓના માઈકને ઠુંઠા કહ્યાં હતા. પ્રાંત કલેક્ટર, એસપી તેમજ વન વિભાગના અધિકારીઓ માટે અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ વર્તનથી અધિકારીઓ અને મીડિયા વર્ગમાં રોષ વ્યાપ્યો છે. વીડિયો વાયરલ થતાં રાજકીય વર્તુળમાં અનેક અટકળોએ જોર પકડયું છે.

આ ઘટનાને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ટીકાઓ થઈ રહી છે ત્યારે આવનાર સમયમાં જીગ્નેશ મેવાણીના નિવેદનના પ્રત્યાઘાતો ગુજરાતમાં કેવા પડે છે તે જોવું રસપ્રદ રહશે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here