વલસાડ: વલસાડના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અમાપ વર્ચસ્વ ધરાવતી હતી ત્યારે કેટલાક દાયકાઓમાં વલસાડ જિલ્લાના બધા જ તાલુકામાં તેની પકડ ઢીલી થઈ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસનું પ્રભુત્વ ઝડપથી ઘટી રહ્યું છે. હાલમાં વલસાડના કોઈપણ કોંગ્રેસી નેતા પર ભાજપે સત્તામાંથી હટાવી સત્તા કબજે કરવાની રણનીતિ દેખાતી નથી
કોંગ્રેસ નેતાઓ વારંવાર ચૂંટણી પંચ કે ઈવીએમ પર આરોપ લગાવે છે પરંતુ વલસાડ વર્ષોથી ચાલતી આવતી હાર સ્પષ્ટ કરે છે કે સમસ્યા બહારની નહીં વલસાડના કોંગ્રેસી નેતાઓની આંતરિક છે. પાર્ટીમાં નેતૃત્વની ખોટ, પરિવારવાદ, વિચારધારાનો અભાવ અને જનતા સાથે સીધા સંપર્કની ઉણપ મુખ્ય કારણો છે. પ્રાદેશિક નેતાઓનું પક્ષપલટો અને યુવા વર્ગનો વિશ્વાસ ગુમાવવો પણ મોટું પડકાર છે.
વલસાડમાં કોંગ્રેસને ફરી ઊભી કરવી હોય તો ચૂંટણી પંચ પર નહીં પોતાની કાર્યપદ્ધતિ પર ગંભીર ચિંતન કરવું પડશે. નવી વિચારધારા, મજબૂત સ્થાનિક નેતૃત્વ અને જનતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. નહીં તો આ પતન અટકશે નહીં અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નિરાશ થઈને પક્ષપલટો અટવા નિષ્ક્રિયતાના વિકલ્પને પસંદ કરશે. શું કોંગ્રેસના ગુજરાતના અમિત ચાવડા, તુષાર ચૌધરી, અનંત પટેલ કે જીજ્ઞેશ મેવાણી, કે દિલ્લીમાં બેઠેલા રાહુલ ગાંધી કે મલ્લિકા અર્જુન ગડગે આ બાબતથી અજાણ છે ? ના હોય ! જોવાનું રહ્યું આવનાર સમયમાં કોંગ્રેસ કઈ રીતે પોતાનું અસ્તિત્વ ટકાવે છે.











