ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકા ખાતે પ્રધાનમંત્રીશ્રી ની PM KUSUM યોજના મા ખેડૂતો ને જે મફત સોલાર આપવાની વાત હતી અને જેમાં GEB વિભાગ ધરમપુર દ્વારા 40% રકમ ભરવાની નોટિસો આપવામાં આવી છે જે બાબતે હનમતમાળ, હતનબારી, બોપી, ખામદહાડ, મનાઈચોંઢી, ગડી બિલધા, વણખાસ, ખાંડા, શિશુમાળ, ભવાડા, ગામોના ખેડૂતો સાથે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ધરમપુર ડિવિઝન-2, કલેક્ટરશ્રી વલસાડ અને પ્રાંત અધિકારીશ્રી ધરમપુરને હનમતમાળ ગામના સરપંચશ્રી વિજયભાઈ ભાઇ, બોપી ગામના સરપંચશ્રી બાલુ ભાઇ, સામાજિક આગેવાન ચેતનભાઇ અને ખેડૂતો સાથે રજુઆત કરવામાં આવી

ધરમપુર ખાતેના હનમતમાળ, હતનબારી, બોપી, ખામદહાડ, મનાઈચોંઢી, ગડી બિલધા, વણખાસ, ખાંડા, શિશુમાળ, ભવાડા, ગામોના ખેડૂતોને પીએમ કિસાન યોજનામાં મફત સોલાર મળશે એમ માહિતી આપવામાં આવી હતી જેના આધારે સનતના ખેડૂતોએ મફત સોલાર માટેની અરજી કરી હતી અને ત્યારબાદ ધરમપુર GEB ના કર્મચારીઓ દ્વારા પણ સ્થળ તપાસ કરવામાં આવી હતી જેથી ખેડૂતોને એમ લાગ્યું કે આ સોલારની યોજના ખેડૂતોને મફત મળવાપાત્ર છે પરંતુ ધરમપુર વિભાગમાંથી ખેડૂતોને જે નોટિસો આપવામાં આવી છે કે તમારે પીએમ કુસુમ યોજનાનો લાભ જોઈતો હોય તો સોલાર પંપની કિંમતના 40% રકમ ભરપાઈ કરીને સોલાર આપી શકાય એમ છે નો લેટર આપવામાં આવે છે પરંતુ જ્યારે આ યોજનામાં ફોર્મ ભર્યું ત્યારે જે તે વિભાગ દ્વારા ખેડૂતોને મફત સોલાર આપવામાં આવશે ની વાત કરવામાં આવી હતી

પરંતુ હાલે 40 ટકા રકમ ભરવાની વાત હોય જે બાબતે આ વિસ્તારનો એક પણ ખેડૂત એ પૈસા ભરવા માટે સક્ષમ નથી જેથી પીએમ કુસુમ યોજનામાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોય એવી ભીતિ દેખાઈ રહીં છે તેથી ખેડૂતોએ માંગણી કરી છે કે જે પીએમ કુસુમ યોજનામાં મફત સોલાર આપવાની વાત હતી એ જ તમામ ખેડૂતોને આપવામાં આવે ની માંગણી કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here